________________
૨૫ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ શકનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકીર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઇએ.
શ્રી ભદ્રબાહુ સ્વામીએ “નમસ્કાર નિર્યુક્તિ'માં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે.
आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा ।।
जे ते भावायरिया भावायारोवउत्ता य ।। શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણ'માં આચાર્યના સ્વરૂપનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય ભગવંત આર્ય દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દઢ સંઘયણવાળા, અપ્રમત્ત, વૈર્યવંત, નિર્લોભી, નિ:સ્પૃહી વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, કુશલ, નિઃશલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નમતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર, સ્વપર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય, ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્ય સમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગ-ઉન્માર્ગ-દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઇત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઇએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય” છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનાર આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org