________________
૨૫૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ ‘આચાર્ય' શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ટાંક્યું છેઃ पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता । आयारं दंसंता आयरिया तेण वुच्चंति ।। આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય
“આચાર્ય' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે પણ કરવામાં આવે છે ?
आ मर्यादया चरन्तीति आचार्याः । જેઓ મર્યાદાપૂર્વક વિચરે છે તે આચાર્ય.
x
x
x
आचारेण वा चरन्तीति आचार्याः । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય.
x x x पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः । પંચાચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય.
x x x आचाराः यत्र रूचिरा: आगमा शिवसंगमाः । आयोपाया गतापाया आचार्यं तं विदुर्बुधाः ।।
જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ (મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો “આચાર્ય' કહે છે.
XXX आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात्
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org