________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૩૪
તથા બૌદ્ધ ધર્મગ્રંથ ‘મહાવસ્તુ’, ‘મહાવ્યુત્પત્તિ', ‘અર્થવિનિશ્ચયસૂત્રનિબંધન’, ‘લલિતવિસ્તરા’ વગેરે ગ્રંથોમાં આ બધાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે.
આટલી બધી મંગળ વસ્તુઓ હોય તો વખત જતાં એમાં પસંદગી કરવાના પ્રસંગો પણ ઊભા થાય. કઈ મંગળ વસ્તુ કરતાં કઇ મંગળ વસ્તુ ચડિયાતી છે એનો નિર્ણય તો લોકો પોતે જ અનુભવ દ્વારા કરતા રહે છે. વખત જતાં આઠ મંગલ વસ્તુઓનું માહાત્મ્ય વધી ગયું. આ આઠની સંખ્યાને સ્થિર કરવામાં જૈન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, આઠની સંખ્યા જ શા માટે ? વધુ કે ઓછી કેમ નહિ ?-એ વિશે જુદા જુદા તર્ક થઈ શકે, પણ નિશ્ચિત કારણ જાણવા મળતું નથી. પૂર્વકાળના લોકોના અનુભવે જ એમાં મહત્ત્વનું કાર્ય કર્યું હશે ! અથવા એક માન્યતા પ્રમાણે દેવોએ જ આ આઠનું નિર્માણ કર્યું હશે.
જૈન ધર્મમાં ઔપપાતિકસૂત્ર, રાયપસેલ્શિયસૂત્ર, આચારદિનકર ઇત્યાદિ પ્રાચીન ગ્રંથોમાં અષ્ટ મંગલનો જે પ્રમાણે નિર્દેશ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) દર્પણ અને (૮) મત્સ્યયુગલ.
‘સુશ્રુતસૂત્રસ્થાન’માં દસ પ્રકારનાં મંગલ દર્શાવવામાં આવ્યાં છેઃ स्त्रीपुत्रिणी सवत्सागो वर्द्धमानं अलंकृता ।
कन्या मत्स्याः फलं चामं स्वस्तिकान् मोदकाः दधिः ।।
આ દસ મંગલ છે : (૧) બાળક સાથે માતા, (૨) વાછરડા સાથે ગાય, (૩) વર્ધમાન (શરાવ-શકોરું), (૪) અલંકૃતા એટલે શણગારેલી કન્યા, (૫) મીનયુગલ, (૬) ફળ, (૭) ચામર, (૮) સ્વસ્તિક, (૯) લાડુ અને (૧૦) દહીં.
::
‘વિષ્ણુસ્મૃતિ’માં ‘અષ્ટમંગલ'નો નિર્દેશ છે અને એમાં આઠમંગલ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : (૧) પૂર્ણકુંભ, (૨) આદર્શ એટલે કે દર્પણ, (૩) છત્ર, (૪) ધ્વજ, (૫) પતાકા, (૬) શ્રીવૃક્ષ અથવા શ્રીવત્સ, (૭) વર્ધમાન અને (૮) નંદ્યાવર્ત.
માત્ર ધર્મગ્રંથોમાં જ નહિ, ચિત્રશિલ્પાદિ કલાઓમાં પણ અષ્ટમંગલને સ્થાન મળ્યું હતું. જૈન ધર્મમાં પ્રાચીન અવશેષોમાં કે કલાકૃતિઓમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org