________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ શ્રોતાઓ જેમાં એક વર્ગ તલ્લીનતાથી સાંભળે છે બીજો વર્ગ જેને વિષયાંતરમાં મન ચાલી ગયું છે તે બંને સારી રીતે વિષય સમજે તે માટે પુનરુક્તિ જરૂરી છે તેથી ફરીથી અત્રે પુનરુક્તિ દોષ માટે ક્ષમાપ્રાર્થીને ઉદાર દિલે સમજશો.
ઉપર્યુક્ત લખાણના સંદર્ભમાં સારસંક્ષેપ રૂપે આમ કહી શકાય કે જેમ એક દોરી કે દોરડું કે દિશાઓમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ તથા ચારે ખૂણાઓ વિરૂદ્ધ રીતે ગોઠવાયેલાં છે તેમ સંસાર ચક્રમાં નિગોદથી વિરૂદ્ધ દિશામાં મોક્ષ છે જે મેળવવા માટે જૈન દાર્શનિક ગ્રંથો કે તે સંબંધી લખાણાદિમાં જેના ઉપર ખૂબ ભાર મૂકાયો છે તે છે ઉપયોગ. આત્માની જ્ઞાન-દર્શનાત્મક પરિસ્થિતિને ઉપયોગ કહેવાયું છે. જે પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન કે ધ્યાનાદિ ધાર્મિક ક્રિયાકલાપો કરતાં કરતાં ભાવનિર્જરા તથા ભાવના ઉપર ઘણો ભાર મૂક્યો છે જે માટે નવસ્મરણના ૮મા સ્મરણ કલ્યાણમંદિર સ્મરણનો ૩૮મો શ્લોક ટાંકી પ્રસ્તુત લખાણ સમાપ્ત કરે તે આ પ્રમાણે છેઃઆકર્ષિતોડપિ મહિતોડપિ નિરીક્ષિતોકપિ નૂન ન ચેતસિ મયા વિધૂતોકસિ ભકત્યા | જાતોડસ્મિ તેન જનબાંધવ ! દુઃખપાત્ર યસ્માત્ ક્રિયા: ફલત્તિ ન ભાવશૂન્યાઃ || ૩૮ આત્મા શબ્દની વ્યુત્પત્તિ જે સાર્થક છે અર્થ સમજાવે તેવી છે તે આ પ્રમાણે
“અતિ અપરાપરપર્યાયાનું સતત ગચ્છતિ ઇતિ આત્મા'
અર્થાત્ નિરંતર નવનવા પર્યાયોમાં જે સતત જતો હોય તે આત્મા છે. પર્યાય એટલે શરીર અને સતત એક જન્મ પછી બીજા જન્મમાં, એક શરીર છોડી બીજા શરીરમાં જે સતત જાય છે, આવે છે તે આત્મા જ છે. નિગોદ અવસ્થામાંથી બહાર નીકલી વ્યવહાર રાશિમાં અકલ્પિત, અતકર્મ જન્મમાંથી ઉત્ક્રાન્તિ અને સુપુરુષાર્થ કરીને તે જ નિગોદનો એક જ આત્મા છેવટે સિદ્ધશિલા પર મોક્ષ પામી પોતાના સ્વતઃના ગુણધર્મલક્ષણાદિથી સંયુક્ત અને શાશ્વત હવે સ્થિર નિવાસી બની રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org