________________
આત્મા
૨ ૨૩
આવશ્યકતા હોઈ પૂ. ચિરંતનાચાર્યજી મહારાજે પંચસૂત્રમાં જણાવ્યું છે કે ત્રણ ઉપાયો જેવાં કે ૧. ચઉચરણગમણ, ૨. દુક્કડગરિહા, ૩. સુકડાણ સેવણ છે. આ રીતે ભવિતવ્યતા પરિપક્વ થવી સંભવ છે અને મોક્ષ માટે આગળ વધાય.
અભુત અને અપૂર્વ શ્રદ્ધા વડે ભટકવાનો જે રોગ ચિત્તને અનાદિકાળથી લાગુ પડ્યો છે તેને ભગીરથ પુરુષાર્થ કરી સ્થિર કરવાથી ચિત્ત સ્થિર થતાં જ્ઞાનાદિ આત્મગુણો ચરિતાર્થ થશે, જેમ અસ્થિર પાણીની નીચે પડેલાં અદશ્યમાન રત્નો સ્થિર પાણીમાં સહજ રીતે દૃષ્ટિગત થાય છે. નવતત્ત્વ પ્રકરણમાં ૮ રૂચક પ્રદેશો અચળ હોવાથી કર્મ ગ્રહણ કરતાં નથી. કર્મોનું જોર આત્મચેતનાને ઢાંકવાનું છે જ્યારે ૮ રૂચક પ્રદેશોનું જોર આત્મચેતનાનો ઉઘાડ કરવાનું છે.
આ રીતે આગળ વધેલાં જીવોને જૈન દર્શન પ્રમાણે અરિહંત અને સિદ્ધ સ્વરૂપના બન્નેને દેવતત્ત્વમાં ગણે છે. એમાં અરિહંત પરમાત્મા દેહસહિત છે, શરીરધારી છે છતાં પણ ૪ ઘાતકર્મોથી મુક્ત કહેવાય છે, માટે સદેહે મુક્ત છે. દેહયુક્ત શરીરધારી હોવા છતાં પણ સંસારથી સર્વથા મુક્ત છે. હવે પાપાદિ કરવા કે કર્મબાંધવામાંથી મુક્ત છે. જ્યારે સિદ્ધ ભગવંતો આઠે આઠ કર્મોથી મુક્ત છે. આ રીતે જોતાં અરિહંત અને સિદ્ધોમાં ખાસ ફરક નથી; કેમકે માત્ર શરીરના કારણે ભેદ છે. બંનેમાં બાકીનું બધું સમાન છે. બંનેનું કેવળજ્ઞાન-કેવળદર્શન-વીતરાગતા, અનંતશક્તિમત્તા બધું સમાન છે. દેહસહિત તે અરિહંત, જ્યારે દેહરહિત તે સિદ્ધ ભગવાન કહેવાય છે. સિદ્ધ સ્વરૂપે સ્થિર થયેલા ભગવંતોનું જેવું શુદ્ધવિશુદ્ધ, પરમ અને ચરમ સ્વરૂપ છે તે એક આત્યંતિક શુદ્ધાવસ્થા છે. મારા આત્માનું એ જ વર્તમાને સત્તાગત પ્રચ્છન) અપ્રગટ સ્વરૂપ છે. પ્રચ્છનપણે રહેલ શુદ્ધ-વિશુદ્ધ એવા આત્મ સ્વરૂપ પર જડના થરથી સંયોગવશાત વિરૂપિત થઈ ગયું, અશુદ્ધ, વિકૃત થઈ ગયેલું છે. પરમ સ્થિર, પૂર્ણ, અવિનાશી એવું આત્મસ્વરૂપ અસ્થિર, અપૂર્ણ, વિનાશી અને પર્યાયમુક્ત બની ગયું છે. આમ આવી વિરૂપ વિભાવદશા જે આત્માના સર્વ દુઃખનું કારણ બની ગયેલ છે, જે આત્માના સર્વ દુઃખનું કારણ એટલે મૂળ છે. આ વિરૂપ દશાને સ્વરૂપતામાં પલટાવી, પરિવર્તન કરી, મારે મારા સ્વરૂપ એટલે વિરૂપતાને સ્વરૂપમાં સાવી મારે મારા સ્વરૂપે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org