________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ્વરૂપે છે. પુદ્ગલ દ્રવ્યો છુટા પડી શકે છે, વળી પાછા સ્કંધ રૂપે ભેગા થઈ શકે છે. દ્રવ્ય સંઘાત-વિધાતની પ્રક્રિયાવાલું છે. અંતિમ અવસ્થામાં પરમાણુ પણ નિત્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણો પરિવર્તનશીલ છે. વનસ્પતિકાયનો એકેન્દ્રિય જીવ છે પરંતુ દૃશ્યમાન શરીર પુદ્ગલનું છે. તેથી પુદ્ગલ દ્રવ્યમાં પુદ્ગલના ગુણધર્મો; જીવમાં જીવગત ધર્મો-ગુણો હોય છે.
સર્વજ્ઞના કહેવા પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યો અને તેમના પાંચે પેટા ભેદો બધા ત્રિકાલ શાશ્વત સદાકાલીન નિત્ય દ્રવ્યો છે. એમનામાં સતત ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, સત્તાથી નિત્યપણું, અસ્તિત્વ સદા ત્રણે કાળમાં રહે છે. જેના આધારે ઉત્પાદ-વ્યય થતા રહે છે. આપણે જાણીએ છી કે જે દેહ ધારણ કર્યો છે તે છોડી બીજો સ્વકર્માનુસાર ધારણ કરે છે. ફરી ઉત્પન્ન થયેથી ઉત્પાદ થાય છે. ઉત્પાદથી જે દેહ ધારણ કર્યો તે પર્યાય (આકાર-પ્રકાર) કહેવાય. હવે નવા આકાર પ્રમાણે વ્યવહાર થતો રહે છે. આત્મા ચેતન દ્રવ્ય અનામી, અરૂપી છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય રૂપી છે જેના નામાદિ પડે છે. આમ ૪ ગતિનું ચક્ર ગાડાના પૈડાની જેમ જન્મ-મ૨ણ, જન્મ-મરણના ચક્રવામાં સતત સંચરણશીલ સંસારમાં રહે છે. તેથી બૌદ્ધોની જેમ સર્વ ક્ષણિક, સર્વ શૂન્યું, સર્વ અનિત્યં મત કેવી રીતે માની શકાય ?
જૈનદર્શન પ્રમાણે પ્રત્યેક પ્રાણી તીર્થંકર થઈ શકે છે. વિશિષ્ટ પ્રક્રિયાનુસાર વિનયાદિની એક સીડી અને ૧૪ ગુણસ્થાનકની બીજી સીડી. તે ઉપર ક્રમિક પરંપરાગત પ્રણાલિએ આત્મા વિકાસ પામતો પરમોચ્ચ શિખરે પહોંચે ત્યારે મોક્ષ પામે છે. તે માટે જેઓ તીર્થંકર થવાના હોય છે તેઓ ક્યાંક ૨૦ સ્થાનકની સાધના કે તેમાંથી ગમે તે એકની સાધના કરી જીવનને અત્યંત
પવિત્ર બનાવી દે છે. પૂર્વના ત્રીજા જન્મમાં આ સાધના કરી છેલ્લા જન્મમાં મોટા થઈ સંસારનું મહાભિનિષ્ક્રમણ કરી દીક્ષા અંગિકાર કરે છે. આત્મા ઉપરના ૮ કર્મોના આવરણને અનાવૃત્ કરવા તપશ્ચર્યા, ઉગ્ર વિહાર, કઠોર મરણાંત ઉપસર્ગો પ્રતિકાર વગર સહન કરવા, સતત ધ્યાન, કાયોત્સર્ગમહિનાઓ-વર્ષો સુધી કરી ચારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગતાદિ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. ૪ અઘાતી કર્મોનો ક્ષય થતાં સર્વજ્ઞ બની દેવકૃત સમવસરણમાં બેસી જગતને મોક્ષનો માર્ગ સમજાવે છે. જૈન ધર્મમાં એમને
૨૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org