________________
૨ ૧૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ 2કાલિક શાશ્વત નથી. ફૂટસ્થ નિત્ય છે. આત્માને પણ ઉત્પન્ન કર્યો છે. શરીર એ જ આત્મા છે, મન એ જ આત્મા છે. મનથી જુદો નથી. આવી જાતના સેંકડો મતભેદો, મતાંતરો આજે એક આત્મા વિષયક પ્રચલિત છે. આ બધું એકાન્તવાદના કારણે છે. અનેકાન્તવાદમાં મતમતાંતરો સંભવી શકતા જ નથી. કેમકે તે સ્વ અને પર બંનેની અપેક્ષાઓ ગ્રહણ કરીને ચાલે છે. તેથી સ્યાદ્રાદિ અનેકાન્તવાદી એવો છે કે જે સ્પષ્ટ ન્યાય આપે છે, જે ગ્રાહ્ય છે.
જ્યારે પૂર્ણજ્ઞાન થયા પછી વીતરાગ ભાવ પણ સર્વોપરિ કક્ષાનો હોઈ કેવળ-દર્શનથી સર્વદર્શી પરમાત્મા પદાર્થનું દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ યથાર્થ જોયા પછી કેવળજ્ઞાનથી એ જ સર્વજ્ઞ પરમાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય યુક્ત પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણી રાગ-દ્વેષ વિનાના વીતરાગી આપણા જેવા સામાન્ય માણસને જણાવે છે. આ ચરમસત્ય સિદ્ધાન્ત જગત સમક્ષ આવે છે. જે ચરમસત્ય બને છે, બેકાલિક સિદ્ધાન્ત બને છે. ચરમ સિદ્ધાન્ત શાશ્વત હોઈ બદલાયા ન કરે. તેથી આત્મા-પરમાત્મા, મોક્ષ તથા જીવાદિ દ્રવ્યોનું જ સ્વરૂપ પ્રરૂપ્યું છે તે શાશ્વત છે. ત્રણે કાળમાં અપરિવર્તનશીલ છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં આત્માના સિદ્ધાન્તો બદલાશે નહીં, જ્ઞાન બદલાશે નહીં, સ્વરૂપ બદલાશે નહીં, વ્યાખ્યા પણ બદલાશે નહીં. તેથી તત્ત્વો ઉપર સાચી દૃઢશ્રદ્ધા રાખીએ તો સમ્યગૂ જ્ઞાન થાય. પદાર્થો તત્ત્વો ઉપર સાચી શ્રદ્ધા રાખતાં સમ્ય દર્શન થશે. આ ત્રણેના સંયુક્ત સ્વરૂપને સમ્યમ્ રૂપે આચરવાથી, આરાધવાથી અંતે મોક્ષપ્રાપ્તિ થાય છે. તેથી પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છેઃ “સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ' ભૂતકાળમાં આ માર્ગે જ અનંતાત્માઓએ મોક્ષ મેળવ્યો. વર્તમાન કાળમાં મહાવિદેહમાંથી જીવો આ માર્ગ મોક્ષે જઈ રહ્યા છે. ભવિષ્યમાં અનંત કાળમાં પણ આ જ માર્ગ મોક્ષે જવાશે.
જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્માના મૂળભૂત ગુણધર્મો છે. જે કર્મના આવરણથી આચ્છાદિત થઈ ગયાં છે તેને પ્રગટ કરવાના છે. કર્મોના આવરણથી નિરાવરણ કરવાની પ્રક્રિયા એટલે ધર્મ. આત્મગુણોની ઉપાસના એ આત્મધર્મ છે. મોક્ષ આત્મધર્મોની ઉપાસનાથી જ મળશે. અનંતા જન્મોમાં અનંતવાર ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય થવા છતાં પણ મૂળભૂત દ્રવ્યનું સત્તારૂપે અસ્તિત્વ રહે જ છે. ક્યારે પણ એક પ્રદેશ નષ્ટ થાય તેમ નથી, થયો નથી. કોઈ આત્મા સિદ્ધરૂપે, કોઈ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org