________________
૨૦૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ આયુષ્ય કર્માધીન જીવની સ્થિતિ છે. એ સમાપ્ત થતાં ભાડાનું ઘર ખાલી કરી નવામાં કર્માનુસાર જવું જ પડે છે. ઓદારિકાદિ વર્ગણાના પરમાણુઓનો જથ્થો ગ્રહણ કરી કર્માનુસાર નવું શરીર ગ્રહણ કરી આયુષ્યાનુસાર જીવન જીવે છે. તે સમાપ્ત થતાં મૃત્યુ અને ત્યારબાદ ફરી ગર્ભાવસ્થામાં દારિકાદિ વર્ગણા ગ્રહી સ્વકર્માનુસાર ફરી જન્મ, ફરી મૃત્યુ, ફરી જન્મની ઘટમાળ કર્મોમાંથી સદંતર મુક્ત ન થાય ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ રહે છે. આવું આ સંસારચક્ર અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ચાલુ જ છે. સંસારમાં એક પણ જીવ નહીં હોય, એક પણ જીવ જન્મ-મરણ ધારણ નહીં કરે, તેમ કરનાર કોઇ પણ નથી કોઈ પણ બચ્યો નથી એવું બન્યું નથી, બનતું જ રહેશે, બને જ છે ને ?
આવા અનાદિ-અનંતકાલીન સંસારના શાશ્વત અસ્તિત્વના સિદ્ધાન્તાનુસાર કોઈ ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે, પ્રલય કરે એવી કલ્પના કરવી નિરર્થક છે. સર્જન કરનાર-પ્રલય કરનાર એવા ઈશ્વરની ક્લપના સર્વથા વિપરીત ધારણા છે. મિથ્યા માન્યતા છે. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૨.૨ માં કહ્યું છે. વૈષM-નૈવૃત્તા–વૈષમ્ય-નિવૃતાદિ દોષોથી ઇશ્વરની કલ્પના સત્યથી વેગળી છે. કેમકે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સ્વેચ્છાનુસાર આવી વિષમતા અને વિવિધતાભરી સૃષ્ટિની રચના કરે એવું માનવાથી ઈશ્વરની સર્વશક્તિનો ખુલ્લો ઉપહાસ જ છે. તેનાથી ઉલ્ટ જેન દર્શનમાં પરમેશ્વરને સર્વ કર્મયુક્ત, વીતરાગી, સર્વજ્ઞ માનવા અને જે આવા સંસાર ચક્રમાંથી મુક્ત થવાનો માર્ગ દેખાડે, મોક્ષ માર્ગે અગ્રેસર કરે એવા દૃષ્ટા માર્ગદર્શકને પરમેશ્વર માનવા વધુ વાસ્તવિક, યુક્તિ પુર:સર છે. કારણ કે આ માર્ગે આ પ્રક્રિયા વડે પામરાત્માઓ પરમાત્માઓ બની શકે તેમ છે. જે દર્શનમાં એક નહીં પણ અનેક તીર્થકરો જે પરમાત્મા છે. તેઓ નિગોદથી માંડી મોક્ષ સુધીની વણથંભી લાંબી મુસાફરી કરી ચૂક્યા છે. તેથી સર્જક કે સંહારક ઈશ્વરની કલ્પના મહા મિથ્યાત્વ છે, ભ્રમણા છે. તેથી વિપરિત દષ્ટા માર્ગદર્શક ઈશ્વર માનવામાં સાચી શ્રદ્ધા છે, એ જ સાચું સત્ય છે, સાચું જ્ઞાન છે, એ જ સાચી હકીકત છે.
જીવાત્માનો મૂળભૂત સ્વભાવ આ સંસારમાં જન્મ-મરણ ધારણ કરવાનો, પરિભ્રમણ કરવાનો નથી. જે વાત કર્મસાંયોગિક છે. આ એક કર્મજન્ય સ્વભાવ છેઃ જીવ માટેનો વિભાગ છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા જીવનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org