________________
આત્મતવ
૨૦૭
જીવમાત્ર સંસારની સંસારી અવસ્થામાં કર્માધીન છે. અનાદિકાલીન કર્મસંયોગવાળો જ રહે છે. પૂ. ચિરંતનાચાર્યજી પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં ફરમાવે છે કે - “અણાઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે અણાઈ કમ્ય સંજોગ નિવરિએ.” અનાદિ કહેવાથી અનુત્પન્નપણું સિદ્ધ થાય છે. તે નષ્ટ થયું નથી માટે અવિનાશીપણું સિદ્ધ થાય છે. ધ્રુવપણું-નિત્યપણું જીવ દ્રવ્યનું છે તે સૈકાલિક છે. ભલે નરકગતિમાં છેદન ભેદન થાય, કપાઈ જાય, ટુકડે ટુકડા થઈ જાય, અગ્નિમાં બાળી દેવાય તો પણ બળતો નથી. ભગવદ્ ગીતામાં પણ અદાહ્યોડયું, અકાઢોડયું વગેરે કહ્યું છે. બળીને પરમાણુ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. પરમાણુનું અસ્તિત્વ શાશ્વત છે. જીવ અનાદિઅનંતકાલીન અસ્તિત્વ ધરાવનાર દ્રવ્ય છે જે સદાકાળનું છે. તેથી જન્મમરણ રૂપ આ સંસાર ચક્ર સતત ચાલી રહ્યું છે. જીવ શાશ્વત છે માટે સંસાર પણ શાશ્વત છે. સંસારનો સર્વનાશ કે મહાપ્રલય ક્યારેય થયો નથી. અનંત ભવિષ્યમાં પણ થવાનો નથી. જો થયો હોત તો સંસારનું સ્વરૂપ જેવું જોઇએ છીએ તેવું હોત નહીં. બટાકા-ડુંગળીમાં અનંત જીવો છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. કીડી, મંકોડા વગેરેની સંખ્યા કેટલી ? આમ સમુદ્રમાં માછલાં વગેરે તથા વનસ્પતિકાયાદિના જીવો કેટલાં ? અત્યારની દુનિયામાં મનુષ્યોની સંખ્યા અમુક કરોડની છે. જેનદર્શન પ્રમાણે એકડા પછી ૨૯ મીંડા લખાય તેટલી વધુમાં વધુ વસતિ થઈ શકે. સામાન્ય ગણિતમાં પરાર્ધ સુધીની સંખ્યા છે. શાસ્ત્રકારો શિર્ષપ્રહેલિકા જેમાં ૧૯૪ આંકડા હોય છે. વળી જ્યોતિષ કરંડકાદિમાં ૨૪૦ અંકની સંખ્યા ગણાવી છે. સમગ્ર જીવસૃષ્ટિ અગણ્ય અંકોની
જીવાત્મા અને પરમાણુ બંને શાશ્વત દ્રવ્યો છે. આવો મૂળ ઘટક દ્રવ્ય છે. અસ્તિત્વ શાશ્વત, સૈકાલિક છે; અનાદિ અનંત છે. પર્યાયોમાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય રૂપે પરિવર્તન થતું રહે છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિકાલીન છે, તેમજ જીવ અને જડનો સંયોગ અનાદિકાલીન છે. જીવ જડનો સાથ લઈ શરીર ધારણ કરતો જ રહ્યો છે. ૮ મહાવર્ગણામાંથી જીવ શરીર, ઇન્દ્રિયો, મન, શ્વાસોશ્વાસ, ભાષા વગેરે ગ્રહણ કરી આવશ્યકતા અનુસાર બધી રચના કરે છે. આ બધાં જડ પરમાણુની વર્ગણ છે. અવિરત કર્મો બાંધીએ છીએ તે પણ જડ છે. એક ક્ષણ માટે પણ જીવ જડના સંયોગ વગરનો રહ્યો નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org