________________
આત્મતત્વ
૨૦૫
ગુણધર્મો ૮ છે જેવાં કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનામી, અગુરુલઘુ, અનંત અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ. આ ગુણધર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામકર્મ ગોત્રકર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મથી આવરિત થયેલાં છે. જે માટે વંદિતુ સૂત્રની ૩૯મી ગાથામાં કહ્યું છે કે -
એવું અદ્ભવિહં કમૅ રાગદોસસમર્જાિઅં |
આલોખંતો નિંદતો, ખિપ્ય હવાઈ મુસાવઓ // નિગોદમાંથી બહાર નીકળતો જીવ જ્યારે જ્ઞાનનું કિરણ વિકસિત કરવા તથા ભવ્યતાના પરિપાકરૂપે ધીરે ધીરે પ્રબળ પુરુષાર્થ કરી ઉપર ને ઉપર ચડવા પ્રયત્નશીલ બનતો રહે છે. તે માટે બે સીડીઓ છે જેમાં એકમાં ૧૪ પગથિયાં છે અને બીજી સીડી જેમાં વિનયાદિ આત્મવિકાસ સંપાદન કરે તેવાં ગુણધર્મો છે. તેથી વિનય માટે કહ્યું છે કે “વિનયતિ દૂરી કરોતિ અષ્ટવિધકર્માણિ ઇતિ વિનયઃ” આ બંને સીડીના પગથિયાં ઉપર જવા માટે છે પણ જો ગફલત થાય તો કેવી રીતે પગથિયાં ચઢતાં પડી જવાય તેમ અહીં પણ પડવાની શક્યતા છે જેથી કહ્યું છે કે “પડિવાઇ અનંતો.” જેનદર્શનમાં ઉત્ક્રાન્તિની જેમ વ્યુત્ક્રાન્તિ પણ છે. Evolution and Devolution.
જેમકે ઉપશમ શ્રેણિએ ચઢનાર જીવ અચૂક ૧૧ મેથી પડે જ છે; જ્યારે ક્ષપકશ્રેણિએ ચઢનારો ૧૧મે ન જતાં સીધો ૧૦ મેથી ૧૨ મે જ જાય છે અને પછી ચઢતાં ચઢતાં ૧૪મે પગથિયે પહોંચી સિદ્ધશિલાનો વાસી બની ત્યાં કાયમનો વસવાટ કરે છે.
ભવ્ય જીવોમાં મોક્ષ મેળવવાની યોગ્યતા પૂરેપૂરી છે; પરંતુ એકલી યોગ્યતાથી મોક્ષ મેળવી ન શકાય. મોક્ષાદિ તત્ત્વોને જાણવા, માનવા, સતત સુપુરુષાર્થ સેવવો જ જોઇએ. જો તે મિથ્યાત્વના આવરણો ટાળી શકે, જો સમ્યકત્વ પામે, તેને સુદ્રઢ બનાવે, નષ્ટ થાય તેવાં કારણોથી દૂર રહે તો તેને માટે મોક્ષ સુનિશ્ચિત જ છે. પરંતુ કેટલાંયે જીવો (ભવ્યો હોવા છતાં સમ્યકત્વ પામતાં જ નથી ! મોક્ષ મેળવતા પણ નથી. તે માટે દેવ, ગુરુ, ધર્માદિ સાધન સંપત્તિનો યોગ મળતો જ નથી; તેથી વંચિત રહી જાય છે. સમ્યકત્વ પામવાની દિશામાં સતત પુરુષાર્થ કરતા રહેવાથી, તથા ભવ્યત્વની સ્થિતિ પરિપક્વ થઈ જાય શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org