________________
આત્મતત્વ
૨૦૩
સંસારમાં જે જે દ્રવ્યો છે, તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે છે. આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવંતોએ જેવું જોયું છે અને આપણા જેવા જીવોને જણાવ્યું છે તેવું યથાર્થ સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાય-સ્વરૂપે ચિંતવવામાં ધ્યાવામાં આવે તો જીવને કર્મનિર્જરા થાય છે; બંધનમાંથી મુક્ત થવાનો લાભ મળે છે. આ રીતે આચારાંગ આગમસૂત્રનું જે વચન છે કે ‘જે એવં જાણઈ સે સવ્વ જાણઇ’. જે આત્માતત્ત્વને બરાબર ઓળખે છે, જાણે છે તે સમસ્ત પદાર્થોને પણ બરાબર ઓળખે છે; જાણે છે, સમજે છે. આ રીતનું ચિંતન-મનન-ધ્યાન એકધારું ક૨વામાં આવે તો પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપની સાચી ઓળખ થાય છે. સાચી ઓળખથી પદાર્થોનો રાગ-દ્વેષ ઘટે છે. આ જ્ઞાન વિકૃત-વિપરીત થાય તો પદાર્થોનો રાગ-દ્વેષ વૃત્તિઓ વધે છે; પરંતુ જો પદાર્થોમાંથી મોહભાવ, રાગ-દ્વેષના ભાવો ઘટતાં સ્પષ્ટપણે વૈરાગ્ય ભાવ આવે છે. વિરક્તિ આત્માને ઉંચે ચઢાવે છે. મોહ-રાગ-દ્વેષ ઘટતાં કર્મબંધ થતો અટકે છે. આત્મપ્રદેશોમાં સ્પંદનો સ્થિર થાય છે; કમનિર્જરાનું પ્રમાણ ઘણું વધે છે, માટે ધ્યાન જ્ઞાનપૂર્વક જ થાય.
આત્મજ્ઞાનનો આધાર આત્માસ્તિત્વ પર છે. તેના વિશુદ્ધ સ્વરૂપની જે ઓળખ કરવી છે તે માટે આત્માનું અસ્તિત્વ સર્વ પ્રથમ સ્વીકારવું અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે, જરૂરી છે. આત્મા છે એવું અસ્તિત્વ સ્વીકારવાથી જીવો આસ્તિક બને છે; પરંતુ આસ્તિક બનવા માત્રથી સમ્યકત્વી બની જાય એવો નિયમ કરી ન શકાય. જે જે છે તે તે અવશ્ય આસ્તિક છે જ. આસ્તિક થવું તે પ્રથમ પગથિયું છે; જ્યારે સમ્યકત્વી થવું તે તેની આગળનું બીજું પગથિયું છે. સમ્યકત્વના જે પાંચ લક્ષણો છે તે આ પ્રમાણે છેઃ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. આસ્તિકય એટલે જિનેશ્વરના વચન પર ૫૨મ વિશ્વાસ, નવ તત્ત્વમાં પૂરી શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અડગ નિષ્ઠા.
જૈન દર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજલોકના ત્રણ મુખ્ય ભાગ પડે છે. ઉર્ધ્વલોક, અધોલોક અને વચ્ચે તિર્થ્રો લોક છે. જંબુદ્વીપની મધ્યમાં મેરૂપર્વત છે. તેની સમતલ ભૂમિથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે ૧૮૦૦ યોજન ક્ષેત્ર જ ફક્ત તિર્હોલોકનું ક્ષેત્ર છે. આ તિર્હોલોક તિર્થંગ્ દિશામાં વધેલો છે. અહીં એક દ્વીપ અને એક સમુદ્ર એમ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલાં છે. ક્રમશઃ એકબીજાથી બમણા માપવાળા છે. અહીં કેન્દ્રના (વચ્ચેના)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org