________________
૨૦૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ સાધન છે. મન પણ તથા પ્રકારના જડ પુદગલ પરમાણુની વર્ગણાથી બનેલું છે. ક્રિયા કરનાર તો એક માત્ર સક્રિય આત્મા જ છે. મડદાની બાજુમાં રસ, ગંધ, સ્પર્શ, સ્વરાદિના સાધનો મૂકીએ તો મડદાને તો કશી અસર કરતાં નથી. કાન નથી સાંભળતો, આંખ નથી જોતી, જીભ નથી ચાખતી. સાંભળનાર, જોનાર, ચાખનાર આત્મા આ બધાંથી જુદો સ્વતંત્ર છે. તેથી શરીર, ઈન્દ્રિયો, અનાદિ માત્ર સાધનો છે. આત્મા વિના મન નિષ્ક્રિય છે. આમ આત્મતત્વની સિદ્ધિ થાય છે.
પાંચે ઇન્દ્રિયો આત્માને જ્ઞાન પહોંચાડે છે, સાધનરૂપ છે, માધ્યમરૂપ છે, માટે જ્ઞાનેન્દ્રિયો છે. તે વિના જ્ઞાનપ્રાપ્તિ સંભવ જ નથી એ માન્યતા ખોટી છે. ઇન્દ્રિયો અને મન દ્વારા જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ તે બધાં પરોક્ષ જ્ઞાનો છે. આત્માથી થતાં જ્ઞાનો પ્રત્યક્ષ જ્ઞાન છે. તે માટે સીમાનું બંધન નથી. મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ કક્ષાના જ્ઞાન છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન ત્રણે પ્રત્યક્ષ જ્ઞાન છે. તે ઇન્દ્રિયો અને મનની અપેક્ષા વગર થાય છે માટે પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન વડે લોકાલોકના અનંતા પદાર્થો, અનંતા ગુણધર્મો અને અનંતી પર્યાયોનું જ્ઞાન એક માત્ર આત્માથી જ જાણી-જોઈ શકાય છે. આમ આ પ્રત્યક્ષજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થવાથી જ શક્ય છે.
જીવે અનંતકાળ સુધી મોહાધીન થઇને અનંતા રૂપી-દશ્ય પદાર્થોનું જ જ્ઞાન વધારે કર્યું છે. તેથી આત્માને અનાદિ કાળના જ સંસ્કારો પડ્યા છે. આત્મા અનાદિકાલીન કર્મસંયોગવાળો છે. કર્મને લીધે રૂપી-દશ્ય પદાર્થોને લીધે તેવા જ સંસ્કારો પડ્યા છે અને અરૂપી-અદશ્ય પદાર્થો સમજવા ઓળખવા કે તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સંસ્કારો બિલકુલ નથી. બીજી બાજુ રૂપી-દૃશ્ય પદાર્થો જ આત્માના મોહના વિષયો બને છે, ગમે છે, રસ-રુચિ જાગે છે; રાગાદિન નિમિત્ત બને છે. મોહનીય કર્મથી ખરડાયેલો રાગી-દ્વેષી જીવ તેવા પદાર્થો તરફ જલ્દી વળે છે. પરંતુ જીવને એ ખ્યાલ નથી કે વધુ ને વધુ કર્મો બંધાવનાર પણ આ જ રાગ મોદાદિ ભાવો છે. એના નિમિત્તરૂપ રૂપીદૃશ્ય પદાર્થો છે. પરોક્ષરૂપે આ રૂપી-દશ્ય પોગલિક પદાર્થો છે; જ્યારે પ્રત્યક્ષરૂપે તેમના મોહ-રાગાદિ ભાવો છે. તેથી પૂર્વના બંધાયેલાં કર્મો વર્તમાનમાં ઉદયમાં આવે છે; અને કર્મોની પરંપરા પણ ચાલ્યા જ કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org