________________
૧૪૪
જેન ધર્મના પુષ્પગુચ્છ ઉપર આપણે જે શ્રેણિક રાજાના દશ પુત્રોની વાત કરી તેમાં પ્રથમ સાતની મા ધારિણી, વિહલ્લ અને વિકાસની ચેલ્લા અને અભયની મા નંદા હતી.
બીજા વર્ગના ૧૩ અધ્યયન છે. જેમાં દીર્ધસેનાદિ-પુણ્યસેન આ તેરેય કુમારોના પિતા શ્રેણિકરાજા અને માતા ધારિણી તથા તેમનો દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો.
ત્રીજા વર્ગના ૧૦ અધ્યયનમાં કાર્કદીના ધનાકુમારાદિ ૧૦ સાર્થવાહ (વેપારી)ના પુત્રો છે. તેઓની માતા ભદ્રા હતા. વળી શ્રેણિકના ૨૩ પુત્રો હતા. પ્રથમ નવને ભદ્રા માતાએ દીક્ષા અપાવેલ જ્યારે ૧૦મા વિહલ્લકુમારને પિતાએ દીક્ષા અપાવેલ. ધન્નાકુમારે દીક્ષા પછી એવો અભિગ્રહ ધારેલો કે જાવજીવ છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો અને પારણામાં લુખાસુખા આહારવાનું આયંબિલ તપ કરવું. તપ કરતાં તેમણે કાયાને એવી સૂકવી નાંખી કે ચાલતાં હાડકાં ખડખડ અવાજ કરવા લાગ્યા. તેથી તેમના તપને ભગવાન મહાવીરે શ્રેષ્ઠ કહ્યું. પ્રભુની આજ્ઞા લઈ વિપુલગિરિ ઉપર એક માસનો સંથારો કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ધન્નાકુમારની જેમ નવે કુમારોનો અધિકાર પત્ર અણગાર જેમ જાણવો. આ બધાંના અધિકાર પણ મોટી સાધુ વંદણામાં આપેલ છે. ધન્નાની પ્રશંસા ભરપર્ષદામાં ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કરી
સાધુ ચૌદ હજારમાં ઉત્કૃષ્ટો અણગાર વીર નિણંદ વખાણિયો ધન્ય ધન્નો અણગાર. પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો એકાવનારી હોય છે એટલે કે એક અવતાર ધારણ કરી સુકૃતવશાત્ મોક્ષે અવશ્ય જનારા જ છે. ૩૩ સાગરોપમ સુધી તેઓનો મોક્ષ દૂર ઠેલાયો છતાં પણ આ દરમ્યાન તેમનું જીવન પુણ્ય સંચય કરનારું તથા પાપનો પડછાયો પણ ન પડે તેવું નિર્મળ હોય છે. તેઓ સતત ધર્મારાધનામાં મસ્ત હોય છે. તેવી રીતે ૧૪ પૂર્વાધારીઓ પાસે લબ્ધિ હોય છે કે ૧૪ પૂર્વોનું પરિશીલન પ્રતિદિન કરી શકે છે. પરંતુ જો તેઓ પ્રમાદવશ તેમ ન કરી શકે તો નિગોદ સુધી પણ ફરી ભટકવું પડે !
તેથી જ તો શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ શ્લોકમાં ફરમાવ્યું છે કે: સંસાર સાગરાઓ ઉબુડો મા પુણો નિબુડિજ્જા | ચરણ કરણ વિધ્વહિણો બુઈ સુબહું પિ જણ તો ! તેથી ઉન્નતિ પછી અવનતિની ગર્તમાં પડવા અંગે જાણવું જોઈએ કે ૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org