________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે
૧૫૫ પણ જાય. જો ઉપશમિત પ્રકૃતિ જે સત્તામાં છે તે ઉદિત ન થાય તો બેડો પાર થઈ શકે છે.
મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉદય પ્રાપ્ત કર્મદલિકોનો ક્ષય અને અનુદિતના ઉપશમથી અને સમકિત મોહનીયના ઉદયથી આત્મામાં થઈ રહેલાં પરિણામો વિશિષ્ટ રીતે ક્ષયોપશમ સમકિત તરીકે ઓળખાય છે.
ક્ષયોપશમના ઘણા પ્રકારો છે, વિકલ્પો છે. પૂર્વોક્ત છ પ્રકૃતિમાંથી ચારનો ક્ષય કરે, બેનો ઉપશમ કરે અને જે એક સત્તામાં છે તેને વેદે અથવા પાંચનો ક્ષય કરે, બેનો ઉપશમ કરે અને એકને વેદે ત્યારે સમ્યગ જ્ઞાન, વિશેષ નિર્મળ થાય છે. આ સમ્યકત્વ જીવને અસંખ્યવાર આવે છે જેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમની છે, વત્તા ત્રણ ક્રોડ પૂર્વ અધિક. આ સમકિતમાં શંકાદિ દોષો ઉત્પન્ન થાય, પરંતુ તરત જ ખુલાસો રહેતાં દોષનું નિવારણ થતાં સમકિત ચાલુ રહે છે.
સમ્યકત્વના પ્રકારો આમ છેઃ એગવિહં, દુવિહં, તિવિહં, ચઉહા, પંચવિહં, દસવિતું, સમ્મ. એકથી તેના ૧૦ પ્રકારો છે. બે પ્રકારો છે તે નૈસર્ગિક અને આધિગમિક અથવા નિશ્ચય અને વ્યવહાર સમ્યકત્વ. ત્રણ પ્રકારોમાં પથમિક, લાયોપથમિક અને ક્ષાયિક.
પ્રકારોતરોમાં કારક સમકિતમાં ૫,૬,૭ ગુણસ્થાનકવર્તી શ્રાવક અને સાધુમાં હોય છે. આ સમકિતી જીવો અણુવ્રત તથા મહાવ્રતનું અતિચારરહિત શુદ્ધ પાલન કરે છે. વ્રત, પ્રત્યાખ્યાન, તપ, સંયમાદિ ક્રિયા જાતે કરે છે; અને ઉપદેશ આદેશ દ્વારા બીજા પાસે કરાવે.
રોચક સમકિતી ચોથા ગુણસ્થાનક્વર્તી શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવની જેમ જિનપ્રણિત ધર્મના શ્રદ્ધાળુ હોય. તેઓ તન, મન, ધનથી જિનશાસનની ઉન્નતિ કરે છે. ચારે તીર્થના સાચા ભક્ત બની ભક્તિ અને શક્તિથી અન્યને ધર્મમાં જોડે છે. ધર્મવૃદ્ધિમાં આનંદ માને, વ્રત પ્રત્યાખ્યાન કરવામાં ઉત્સુક હોય; પરંતુ અપ્રત્યાખ્યાની કર્મોદયથી એક નવકારશી પણ કરી ન શકે !
દીપકે સમકિતમાં જેમ દીવો પ્રકાશ આપી અન્યને પ્રકાશિત કરે; પરંતુ તેની નીચે અંધારું હોય તેવી રીતે કેટલાંક જીવો દ્રવ્યજ્ઞાન મેળવી સત્ય, સરળ, રુચિકારી, શુદ્ધ ઉપદેશ દ્વારા અન્યને સધર્માવલંબી બનાવી બીજાને સ્વર્ગ મોક્ષના અધિકારી બનાવે પરંતુ પોતાનો હૃદયનો અંધકાર જેવો ને તેવો રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org