________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
શતારનયચક્ર, બાર વિભાગ કરી દ્વાદશા૨ નયચક્ર, સાત વિભાગ કરી સપ્તનય ઇત્યાદિ. નયયુગલો જેવાં કે શબ્દનય-અર્થનય, દ્રવ્યનય-પર્યાયનય, દ્રવ્યાર્થિકનય–પર્યાયર્થિકનય, નિશ્ચયનય-વ્યવહારનય, જ્ઞાનનય–ક્રિયાનય એવા દૃષ્ટિ વિભાગો અન્યત્ર દુર્લભ છે. અત્ર નિશ્ચયનય વસ્તુમાં આંતરિક અને અંતિમ સ્વરૂપને વસ્તુસ્વરૂપ તરીકે સ્વીકારે છે, ત્યારે વ્યવહારનય વસ્તુના બાહ્ય સ્વરૂપને, વ્યવહારમાં આવતા સ્વરૂપને સ્વીકારે છે. દા. ત. મિથ્યાત્વનો અસંગ, પરમાર્થ સંસ્તવ (પરિચય) વગેરે બાહ્ય વ્યવહારમાં સમ્યગ્દર્શન હોવાનું આ નયને સંમત છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે, જ્યારે નિશ્ચયનય પ્રમાણે અમલમાં ઉતારેલી તત્ત્વશ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય. અર્થાત્ ૭મે ગુણસ્થાનકે અપ્રમત્ત સંયમની અવસ્થાએ સમ્યગ્દર્શન હોય તે પૂર્વેની અવસ્થાઓમાં આ નિશ્ચયનય પ્રમાણે સમ્યગ્દર્શન હોઇ શકે જ નહીં.
૧૭૨
આગળ વધીએ તે પહેલાં ‘પરમતેજ’-યાને લલિતવિસ્તરા-વિવેચન (લેખક આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) નામના ગ્રંથમાં આમ લખ્યું છે. દેશના દેનાર જ્યારે એમ કહે છે કે ‘જેમ ધર્મની પ્રવૃત્તિ મુદ્દલ ન કરો, તેમ યથાસ્થિત ન કરતાં ગમે તે રીતે કરો તો પણ તેની કશી કિંમત નથી, કશો લાભ નથી. ત્યારે અનધિકારી જીવને એવાં વચન સાંભળીને સ્વકીય, ધર્મક્રિયાનું પોતાની બુદ્ધિથી સંભવિત ફલ નહીં ઉપજવાની ગભરામણ થાય છે ! અર્થાત્ એને એમ થાય છે કે અરે ! આ તો શું હું ભૂલો પડ્યો ! આ ધર્મની મહેનત હું નકામી જ કરું છું; કેમકે આ દેશનાકારના કહેવા અનુસાર યથાસ્થિત તો કરી શકતો નથી, તો પછી એનું ધા૨વા મુજબ ફળ નહીં મળે. તો શા સારું આ મજૂરી કરું ? આ સુકૃત પર ધર્મબુદ્ધિથી મમત્વ જ શા સારું કરું ? આમ લાભનો અભાવ જાણીને એ દીન, શક્તિહીન બને છે. એકાન્તે માત્ર નિશ્ચયનયમાં જ માનનારાઓનાં પ્રતિપાદનોએ આ ભયંકરતા સર્જી છે. એ ઉપદેશ અજ્ઞાન અને વિષયાંધને રળિયામણો લાગે; એમ થાય કે અહો, ખરું તો તત્ત્વ આજે કેટલા કાળે આમણે સમજાવ્યું ! સાચો આત્મધર્મ બતાવ્યો ! પછી આજ સુધી જે થોડુંઘણું સુકૃત એ કર્યા કરતો હતો, તે કરવાની શક્તિ હવે એનામાંથી મૂળમાંથી જ નાશ પામે છે ! એટલે ચાલુ સુકૃત મૂકી દે, અગર નવાં સુકૃતનો ઉત્સાહ મરી જાય એટલું જ નહીં, પરંતુ મૂળમાંથી સુકૃત કરવાની શક્તિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org