________________
સવપાવપણાસણો
૧૮૯
પરિસ્થિતિ રહેવાની છે. તો શું કરવું ? થોડાંક જ મનુષ્યો આ કરી શકે. પુણ્ય કરવાનો સંતોષ રાખવા સાથે પાપવૃત્તિ તરફ અસંતોષ કરવો જોઇએ. પુણ્ય ઓછું થાય તો ચાલશે પણ પાપનું બાહુલ્ય ન થઈ જાય તે સતત ધ્યાનમાં રાખવું. પાંચમા આરાના અંતે પણ એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી ધર્મ કરનારા હશે. આ ત્યારે જ બની શકે કે જ્યારે આ ચાર વ્યક્તિઓએ સવપાવાપણાસણો' ચરિતાર્થ કર્યું હોય. ટુંકાણમાં અંતિમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન શાસ્ત્ર પ્રમાણે પાંચમો આરો એટલે કે ૨૧૦૦૦ વર્ષોના અંત સુધી ક્રિયાશીલ રહેવાનું છે. ત્યારે એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી સ્વપ્રયત્નાનુસાર ધર્મારાધનાદિ કરતાં હોવાં જોઇએ એમ માનીએ તો તેઓ શાસ્ત્રાનુસાર સવાર-સાંજ પ્રતિક્રમણાદિ આરાધના કરતાં હોવાં જોઇએ ને ?
પાપના પશ્ચાત્તાપનું એક જ્વલંત ઉદાહરણ તે રત્નાકરપચ્ચીસીના કર્તા રત્નાકરસૂરિનું છે. તે પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ કેમ, ક્યારે અને કેવો હોય તેનું સુંદર દૃષ્ટાન્ત છે. આ પણ માર્ગદર્શક કે સૂચક છે. શુકલ ધ્યાનનો આજે વિચ્છેદ છે. આજકાલ ધર્મધ્યાનનું પ્રમાણ પણ ઘણું ઘટી ગયું છે. જે ઉપયોગી નથી, કર્મબંધ કરાવનાર છે તે અશુભધ્યાન વધ્યું છે. શુભધ્યાન નિર્જરા કરાવનાર છે, કર્મક્ષયકારક છતાં નિશ્ચત છે, કેમકે અશુભ ધ્યાનની પ્રવૃત્તિ ઘણી વધી ગઈ છે. તેથી જેવું વિચારાય છે તેવું કરાય અને તેથી તદનુસાર ક્રિયા-પ્રવૃત્તિ કરાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિમાં અંતર રહેતું નથી. પૂર્વે વૃત્તિમાં એક પાપ પ્રવેશે તો પણ તેનું ભાન રહેતું જેથી પ્રવૃત્તિમાં પ્રવેશ થતો ન હતો. અથવા વિલંબ થતો. આજે વિવેકના અભાવમાં વિચારમાં મલિનતા છે; ત્યારે આચારમાં પવિત્રતાની ગંધ
ક્યાંથી મળે ? નિર્જરામાં સહાયક ધર્મધ્યાનનો અસ્ત થતાં આર્ત-રૌદ્ર ધ્યાનથી પ્રેરિત થઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે અશુભ છે, પાપપ્રવૃત્તિ છે.
ત્રિકાલજ્ઞાની, ત્રિલોકીશ, ત્રિલોકપૂજ્ય, ત્રિલોકનિવાસી, ત્રિલોકનાથ, ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દશવૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું છેઃ હે જીવ, કલ્યાણના માર્ગને પણ સારી રીતે સમજી વિચારી જાણી લેવો અને તેવી રીતે પાપના માર્ગને પણ સારી રીતે સમજી વિચારી જાણી લેવો અને શ્રેયસ્કર કલ્યાણકારી માર્ગ લેવો, અપનાવવો, આચરવો.
સોચ્ચા જાણઈ કલ્યાણ, સોચ્ચા જાણઈ પાવગં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org