________________
૧૯૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યકત્વના બીજની પ્રાપ્તિ, ઉત્તરોત્તર વિકાસના ૧૪ પગથિયાં પરંપરાગત રીતે ચઢતાં આત્મા સદા માટે મુક્તિ મહેલનો વાસી બની જાય છે.
મોક્ષે ગયેલો પ્રત્યેક જીવ હવે પરમાત્મા તો બન્યો પરંતુ દરેક અસંખ્ય પરમાત્મા સ્વતંત્ર રીતે બીજાને બાધા પહોંચાડ્યા વગર ૪૫ લાખ યોજન લાંબી પહોળી સિદ્ધશિલાએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી રહે છે. જૈન દર્શનમાં એક નહીં પણ અનેકાનેક પરમાત્માની શક્યતા છે. આથી જ વિશ્વમાં જૈન દર્શન પ્રથમ કોટિનું ઉચ્ચ દર્શન છે, તેનું તત્ત્વજ્ઞાન સચોટ અને વૈજ્ઞાનિક પણ છે.
જૈન દર્શન પ્રમાણે આ જગત અનાદિકાલીન છે, તેવું અનંતકાલીન છે. અનાદિકર્મસંતાનવેષ્ટિત જીવ જ્યારે પણ સમ્યકત્વ પામે (જે ચરમપુદ્ગલપરાવર્તકાલમાં જ શક્ય છે) તે મેળવ્યા પછી વધુમાં વધુ અર્ધપગલપરાવર્તમાં અસંખ્યાત પલ્યોપમ ઓછાં થતાં જીવ મુક્તિપુરીનો માનવંતો મહેમાન બની પરમાત્મા પદે બિરાજે છે. જગતના મોટા ભાગના ધર્મો ઈશ્વરને જગતકર્તા તરીકે માને છે, સૃષ્ટિના સર્જનહાર તરીકે સ્વીકારે છે. પોતપોતાની રીતે પોતાના ભગવાનને ઈશ્વરના સ્વરૂપે માને છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરને જગતનો કર્તા માન્યો છે. હિન્દુ ધર્માન્તરગત ઘણાં પક્ષો જેવાં કે નૈયાયિકોવૈશેષિકો, શાંકર, શુદ્ધાત, વિશિષ્ટાદ્વૈત, વગેરે સૃષ્ટિસર્જનહારને સૃષ્ટિકર્તા માને છે. ન માનનારાં પક્ષમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય અને મીમાંસકો ગણાવાય. જૈનધર્મમાં આત્મા જ કેન્દ્રસ્થાને છે. પામરમાંથી પરમાત્મા બની શકે અને તે એક નહીં પણ અનન્તાન્ત પરમાત્મા થઈ શકે છે. હિન્દુ ધર્મના અવાન્તર ગ્રંથો જેવાં કે ભાગવંત, ભગવદ્ગીતા, મહાભારત, રામાયણ, મનુસ્મૃતિ, વિષ્ણુનારદ સ્મૃતિ, ઉપનિષદો, આરણ્યકો વગેરે તે કક્ષાનાં છે.
ઉત્તરમીમાંસકો નહીં પણ પૂર્વમીમાંસકો ઈશ્વરને માનતા નથી. હરિભદ્રસૂરિ મહારાજ ષડદર્શન સમુચ્ચયમાં મીમાંસકોને નિરીશ્વરવાદી કહે છે -
આથી જૈનોને નાસ્તિક કહેવા અને મીમાંસકોને આસ્તિક કહેવાં તે કોના ઘરનો જાય છે ? “કર્મતિ મીમાંસકા:” જેનોની જેમ મીમાંસકો પણ કર્મમાં માનનારા, કર્મવાદી છે.
વેદનું પ્રામાણ્ય ન માને અને ઈશ્વરને જગતનો કર્તા ન માનનારા જેનોને નાસ્તિક ગયાં છે. તેઓના મત પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિની રચના વેદોને જોઇને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org