________________
આત્મતત્વ
આત્મા માટે ધર્મસિદ્ધાન્ત અને દર્શનશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન અત્યંત ઉપયોગી છે. જ્યારે તેની વિરુદ્ધ વિજ્ઞાનના સાધનોની ભરમાર શરીર માટે સુખ સામગ્રીઓની વણઝાર ઊભી કરે છે. વર્તમાન ભોગવિલાસી અતૃપ્ત માનવીને અધ્યાત્મની સાચી દિશાનું ભાન કરાવવા માટેનો યોગમાર્ગ માત્ર દેહલક્ષી નહીં પરંતુ આત્મલક્ષી, મોક્ષલક્ષી છે. આજના માનવીને નથી તો આત્માની ચિંતા કે નથી વર્તમાન જન્મ બગડે તેની ચિંતા. ભોગની આસક્તિ એટલી બધી છે કે અધ્યાત્મમાર્ગને ઓળખવા જાણવા પણ તૈયાર નથી. સુખ મળે, દુઃખ ટળનું જ રટણ ચાલ્યા કરે છે. વાસના અને વિલાસિતા જેના મનમાં સદા સળવળતી હોય એવા જીવો આધ્યાત્મિક માર્ગ માટે અયોગ્ય, અપાત્ર ઠરે છે. અધ્યાત્મ માર્ગ મમતા ઘટાડી, સમતા લાવી, રાગ ઓછો કરાવી વૈરાગ્ય અને ત્યાગ વધારી સંસાર નાબૂદ કરવાનું સૂચન કરી મોક્ષાભિમુખ થવાનું લક્ષ્ય પકડવાનું શીખવે
જૈન દર્શન અને શાસ્ત્રો આત્માના આવરિત થયેલાં ગુણધર્મોનો પરિચય કરી આત્મતત્ત્વનું દર્શન, જ્ઞાન તથા ધ્યાન કરવાનું સૂચવે છે. પ્રાચીનકાલીન પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ.મહોપાધ્યાય યશોવિજયજી વગેરેના યોગદષ્ટિ સમુચ્ચય', “યોગવિંશિકા', યોગબિંદુ, યોગશાસ્ત્ર, અધ્યાત્મસારાદિ અનેક ગ્રંથો તવિષયક છે.
આત્મા વિષે પ્રારંભિક આટલું જણાયું કે આત્મા છે, નિત્ય છે, સનાતન છે, પુણ્યપાપના ફળનો ભોકતા છે. આત્મા શિવ, અચલ, અરૂપી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ, સિદ્ધગતિ પામેલો સર્વજ્ઞ સર્વદર્શનકારી છે.
આ જગત અનાદિ અને અનંત છે. તેનો નથી આદિ કે નથી અંત. તેને કોઇએ સર્યું નથી, અંત કરનાર પણ કોઈ નથી. પ્રવાહની જેમ ગતિશીલ છે. તેમાં બે મુખ્ય તત્ત્વો જીવ અને જડ, અથવા ચેતન અને અચેતન છે. જડ ક્યારેય પણ ચેતન ન થઈ શકે તેમજ ચેતન જડ ન થઈ શકે. બંનેના સંયોગથી સંસાર છે. જડ એવી કર્મવર્ગણાથી સંસાર છે. તે બંને છૂટા પડી જાય, સંપર્કમાંથી, સમાગમમાંથી મુક્ત થાય તો, સંયોજનમાંથી ચેતન એવો આત્મા મુક્ત થઈ જાય છે. કર્મસંતાનસંવેષ્ટિત આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પામે છે. કષાયથી સંસાર છે “કષાયમુક્તિ કિલ મુક્તિરેવ.”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org