________________
આત્મતત્વ
૧૯૯
વિસંવાદિ સૃષ્ટિના સર્જનહાર માનવામાં ઈશ્વરનું ઇશ્વરત્વ લજવાઈ જાય છે, તેને પામર અને પાંગળો-પરાશ્રિત બનવું પડે તેમ છે. કર્મકૃત જીવનો સંસાર તથા મોક્ષની માન્યતામાં સુસંવાદિતા રહેલી છે.
ભવ એટલે સંસાર. “અણાઈ જીવસ્ય ભવ.” જીવનો આ સંસાર અનાદિ કાળથી છે. જીવ પોતે પણ અનુત્ય અનાદિ છે. અનાદિ કાળથી આજ સુધી અનંતપુગલપરાવર્તકાળ વ્યતીત થઈ ચૂક્યા છે. તેથી આત્માના અસ્તિત્વનો ક્યારે પણ નાશ નહીં થાય. જો અસ્તિત્વનો નાશ થઈ જાય તો મોક્ષમાં કશું પણ રહે નહીં. આત્મા નામનું દ્રવ્ય રહે જ નહીં તેથી આત્માનું અસ્તિત્વ અનાદિ અનંત કહ્યું છે. સંસાર જીવનો છે. અજીવનો નહીં. સંસાર અજીવમય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અજીવ દ્રવ્યો છે. તે મય જગત, વિશ્વ, બ્રહ્માંડ છે. અનન્તકાળમાં ક્ષણવાર પણ જીવ અજીવનો સંબંધ વિનાનો થયો નથી. સંસાર જીવનો છે; પરંતુ અજીવ સાયોગિક છે. જીવ અનાદિ અનુત્પન્ન છે. તેમ સંસાર અનાદિ અનુત્પન્ન છે. કર્તા, હર્તા, ભોક્તા જીવ છે તેથી સંસાર જીવનો છે. અજીવ સાંયોગિક, નિમિત્તક છે. જીવે જે કર્મો બાંધ્યા તે રાગ-દ્વેષાદિથી છે. ૧૮ પાપસ્થાનકો જીવે જે સેવ્યા તે પુદ્ગલ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થકી જ છે. પોદ્ગલિક પદાર્થોના નિમિત્તે જીવ ઘણાં કર્મો બાંધે છે અને ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરે છે.
શ્રી આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી જણાવે છે કે “જે અંગે જાણઈ સે સવૅ જાણઈ'. જે એકને જાણે તે સર્વને જાણે. એક તે કોણ ? એક આત્માને ઓળખીએ તો બધું ઓળખાય. તેથી “આત્માને વિદ્ધિ' સંસારના સમસ્ત દ્રવ્યો આત્માને કેન્દ્રમાં રાખી રહેલાં છે. જેમ વર્તળના મધ્યમાં કેન્દ્ર છે તેમ સમસ્ત સંસારના કેન્દ્રમાં આત્મા છે. ધર્મારાધનાના મૂળમાં આત્મા છે. તત્ત્વજ્ઞાનના કેન્દ્રમાં આત્મા છે. તેથી એક આત્માને ઓળખીએ તો બધું જ ઓળખાઈ જાય. તેને ન ઓળખ્યો તો જગતનું બધું જ જાણવા છતાં પણ કંઈ પણ જાણતા નથી તેમ સમજવું. માટે આત્મતત્ત્વ, આત્મજ્ઞાન, અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસની જરૂર છે.
તેથી સંસાર કોનો ? જીવનો કે અજીવનો ? આનો ઉત્તર સ્પષ્ટ છે કે જીવનો નહીં કે અજીવનો. જરા વળાંક લઈ ઉપર જે ૮ ગુણો આત્માના ગણાવ્યા છે તેમાં અનંતવીર્ય એક ગુણ ગણાવ્યો છે. તેનું દૃષ્ટાંત જોઇએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org