________________
આત્મતવ
૧૯૭
અયથાર્થ અર્થથી શંકાઓ થઈ હતી, પરંતુ કોઇએ અંદરોઅંદર પરસ્પર વિચારોની આપલે કરી હોત તો શંકાઓ નિર્મુળ થઈ શકી હોત. ટૂંકમાં આત્માથી માંડી મોક્ષ સુધીના તત્ત્વજ્ઞાનના તમામ વિષયો આ ગણધરોની શંકાના વિષય તરીકે છે. તેઓને માત્ર એક એક વિષયની શંકા હતી પરંતુ આપણે એવા અજ્ઞાની છીએ કે આપણને ૧૧-૧૧ વિષયમાં શંકા છે. બધાં જ વિષયમાં આપણને બધી જ શંકા છે.
આત્મા સંબંધી આટલી વાત જાણી લેવી જોઇએ. આત્મા છે, આત્મા કર્મનો કર્તા છે. તે કર્મથી પરિવેષ્ટિત છે. તેથી તેનો બંધ છે. તે તેમાંથી પરમ પુરુષાર્થ કરી મુક્ત થઈ શકે છે, તે માટેના માર્ગો છે. તેના દ્વારા પોતાનું મૂળ સ્વરૂપ જે કર્મોથી અસ્પષ્ટ છે તે પામી શકે છે. તે આત્મા ૧૪ લોકની ટોચે જે સિદ્ધ શિલા છે ત્યાં સદેવ સનાતન મૂળ સ્વરૂપે સ્થિતિ સંપાદન કરી અચલ, અરૂપી, અમળ, સર્વજ્ઞ, સર્વદર્શન, શિવ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ સિદ્ધિ જેનું નામાભિધાન છે તે સંપાદિત કરે છે. નવાઇની વાત એ છે કે આ સિદ્ધશિલા પર મુક્તાત્માઓની સાથે સૂક્ષ્મ વનસ્પતિકાયાદિના જીવો પણ રહેલાં છે ! આ જીવો કર્મોથી વ્યાપ્ત, પરિવેખિત, ખરડાયેલાં છે જ્યારે સિદ્ધિપદ પામેલાં મુક્તાત્માઓ ૮ પ્રકારના કર્મો જેવાં કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યથી મુક્ત હોવાથી પોતાની મૂળ સ્થિતિ જે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર (યથાખ્યાતચારિત્ર), અનંતવીર્ય, અનામી-અરૂપી, અગુરુ-અલઘુ, અનન્તસુખ અને અક્ષયસ્થિતિમય આ ૮ ગુણોથી પરિપૂર્ણ છે. આવાં જીવોને ચેતન આત્મા કહેવાય છે. પરંતુ આ સચરાચાર ૧૪ રાજલોકના લોકાકાશમાં ૮ પ્રકારની વર્ગણા (વર્ગણા એટલે જથ્થો, સમૂહ mass) જેવી કે દારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાસોશ્વાસ, ભાષા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણાના ભિન્ન ભિન્ન જાતના પરમાણુના જથ્થાને વર્ગણા કહેવાય છે. એકથી એક સૂક્ષ્મ થતી જાય છે અને અંતિમ કાર્મણ વર્ગણા સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. તમામ સંસારી જીવો રાગ-દ્વેષાદિ વૃત્તિથી તથા કષાયાદિથી કાશ્મણવર્ગણાઓ ગ્રહણ કરીને કર્મ બાંધે છે. જેવી રીતે સૂક્ષ્મ લોખંડના કણોને લોહચુંબક આકર્ષે છે તેવી રીતે રાગ-દ્વેષાદિ પ્રવૃત્તિથી આત્માની સાથે કર્મોની વર્ગણાઓ ચોંટી જાય છે અને તે દ્વારા મુક્ત થાય નહીં ત્યાં સુધી જીવ ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ યોનિમાં ભટકે છે, ચક્રાવા લે છે. સમસ્ત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org