________________
૧૮૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ લાભ માત્ર સ્મરણપટ પર લાવવાથી, તેવી રીતે ભરોસરની સક્ઝાયનું ચિંતન કરવાથી સુખ પ્રાપ્ત થાય છે તથા પાપના બંધનનું વિલીનીકરણ થાય છે; જેસિ નામગ્ગહણે પાવબંધા વિલય જંતિ'
ટુંકાણમાં, પાપોથી બચવા, તેનો ત્યાગ કરવા માટે, પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ ન થાય તો સંસારી જીવો અનાદિ અનંત કાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અવ્રતાદિથી રાગ-દ્વેષને છંછેડતા રહ્યાં છે અને તેના પરિણામ સ્વરૂપ પામવૃત્તિથી છૂટી શકતા નથી. તો આટલું તો વિચારાધીન છે કે જીવો મન, વચન અને કાયથી શુભ પ્રવૃત્તિ જો ન આચરી શકતા હોય તો ઓછામાં ઓછું અશુભ પ્રવૃત્તિ તરફ જાગરૂકતા કેળવવી. અશુભને રોકી, દૂર કરી, શક્ય હોય ત્યાં સુધી તિલાંજલિ આપી શુભ પ્રવૃત્તિમાં જેટલું બને તેટલું રહેવું. શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિ તરફ બેધ્યાન ન રહેતાં જાગરૂકતા કેળવવા પ્રયત્નશીલ થવાથી “સવારપણાસણો' થકી મોક્ષ મહેલમાં પ્રવેશ કરવા માટેના દ્વાર વધુ ને વધુ નજદીક આવે છે.
વર્તમાન સમયમાં જાણે છઠ્ઠા આરાની ઉષા ઉગી હોય એમ લાગે છે કારણ કે દરરોજના છાપામાં, માસિકોમાં, સિનેમા, ટી.વી., વગેરેમાં બળાત્કાર, ખૂન, ચોરી, લૂંટ, ડાકુગીરી, હડતાલ, પત્થરબાજી, આગ વગેરેમાં સમાજનો કયો વર્ગ ચોકખો રહ્યો છે ? માટે આજે ઉપધાન તપમાં પાપનિવૃત્તિ અને આત્મવિકાસને કેન્દ્રમાં રખાય છે.
પાપાનુબંધી પાપો કર્યા કરીએ તો પાપોનો, સરવાળો, બાદબાકી કે ભાગાકાર ન થતાં ગુણાકાર જ થતો રહે છે. તેથી પાપની અનુમોદના ન કરો, સાવધ થઈ પ્રાયશ્ચિત્ત લેવાથી પાપકર્મ શિથિલ થઈ નાશ પણ પામે. પાપની પ્રશંસા પાપના ગુણાકાર વધારે છે. પાપના બંધને વધુ ગાઢ બનાવે છે. દઢ-દઢતર અને નિકાચિત પણ બનાવે. માટે જ પંચસૂત્ર જેવા આરાધનાના પવિત્ર સૂત્રમાં પૂજ્ય ચિરંતનાચાર્યે કહ્યું છે કે-“દુક્કડ ગરિહા સુકઠાણ સેવણા'. ગુરુશિલાએ પોતાના પાપની નિંદાથી પાપોનો ભાગાકાર થઈ શકે. વધુ શું જોઇએ! માટે સતત પાપ તરફ દૃષ્ટિ રાખી તેમાંથી નિવૃત્તિ અને ધર્મારાધને તીવ્રત્તર બનાવવી. પાપ બાંધ્યા પછી પ્રાયશ્ચિતની ધારામાં, નળના પાણીમાં મેલા કપડાની જેમ ધોઈ શકાય છે.
અરે આ તો પાંચમો આરો છે. અહીં ધર્મ ઓછો અને અધર્મ (પાપ)નું બાહુલ્ય રહે જ છે. છઠ્ઠા આરામાં અને ત્યાર પછીના બીજા બે આરામાં આજ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org