________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૭૮
આવ્યા પછી જીવ કેટલીયે વાર મનુષ્યપણું પામે, સામગ્રી પણ પામે છતાં તેને તત્ત્વજ્ઞાન કેમ થતું નથી ? કારણ તેમનો સંસારનો પથ હજી એક પુદ્ગલપરાવર્તથી વધુ હતો. ત્યારબાદ ચરમાવર્તમાં શું ત્યાજ્ય તથા શું ઉપાદેય તે સમજીને આચરવાથી તત્ત્વજ્ઞાનની રુચિ જાગૃત થવા માંડે છે. હવે ધર્મબીજમાંથી પુષ્પ, ફ્ળાદિ ઉત્પન્ન થશે.
બહિરાત્મદશામાં બાહ્ય કાયાદિને જ આત્મા અને સર્વસ્વ માનવાની અવસ્થા જીવમાત્રને અનાદિકાળથી ચાલુ છે, લાગુ છે તે ટુંકમાં પુદ્ગલાનંદી કે ભવાભિનંદી છે. મોહનું પ્રાબલ્ય હોય છે. માત્ર ઉત્કૃષ્ટ ધર્મપુરુષાર્થ માટે યોગ્ય ઉત્તમ માનવભવ મળ્યો, પરંતુ મન એટલું મલિન છે, તામસ પ્રકૃતિવાળું છે કે કોઈ વિચારણીય ચિત્તશુદ્ધિ જ નથી.
અનંતકાળ આમ વીતાવ્યા પછી તેની પ્રગતિ શરૂ થાય અને તે પણ ચરમાવર્તકાળમાં જ શક્ય છે. અહીં તેની દૃષ્ટિ કાયા-માયાના હિત પરથી ઊઠી આત્મા અને આત્મહિત પર પડે છે. સંસાર પ્રત્યે નફરત પેદા થાય છે, અણગમો થાય છે, તેનાથી ઉભગે છે. મોક્ષની રુચિ જાગે છે. ભીતરમાં રહેલા આત્મદ્રવ્યને જુએ છે. આત્માના ષડ્થાનને સમજે છે. પાપ પ્રવૃત્તિ ઘટાડે છે, દાન, શીલ, ત્યાગ, વ્રત, નિયમ, તપ, શમ, દમ, શુભ ભાવનાઓ, ભવ્ય પુરુષાર્થ, હિંસાદિનો ત્યાગ, દેવાધિદેવ, સદ્ગુરુ પર અથાગ અડગ શ્રદ્ધા-પ્રીતિ-ભક્તિની લગની જ લાગે છે. ક્રમિક ઉપર આરોહણ કરાવનારા ગુણાદિની વૃદ્ધિ થતાં થતાં અહીંથી નીકળી અંતરાત્મા અને પરમાત્મા બનવા માટે તે જીવો સર્વજ્ઞોક્ત તત્ત્વો અને મોક્ષમાર્ગનું જ્ઞાન તથા ધર્મશાસનની નિશ્રા જોઇએ જે પૂર્વે થયેલાં અરિહંતોથી જ મળે. સંસારે કરેલો આત્માનો અપકાર. આત્મહિતની ભયંકર બરબાદી નજરમાં આવે છે. જેથી તે કંપી ઊઠે છે. પછી તેને પૂર્ણ આઝાદીમય તથા પુદ્ગલની લેશ પણ ગુલામી રહિત આઝાદીવાળા મોક્ષની રુચિ થાય છે. કહ્યું છે કે-આત્મબુદ્ધ કાયાદિથી ગ્રહ્યો, બહિરાત્મ રૂપ (અઘરૂપ) પાપ રૂપ કાર્યાદિકનો સાખીધર રહ્યો, અંતર આત્મરૂપ ત્યારે કાયાદિકના સુખદુઃખ, હ્રાસવિકાસ એ મારા નહિ તેમ લાગી ગયું છે. ગજકુસુમાળ મુનિ સોમિલ સસરાએ સગડીમાં ભરેલા ધગધગતા અંગારા સુખપૂર્વક સહી શક્યા, આમ વિચારીને કે ‘જે બળે છે તે મારું નથી, ને મારું છે તે બળતું નથી.’ આવું ક્યારે બની શકે ? જ્યારે ઉત્તમ ધર્મી આત્માઓ ફક્ત કપરાં કાળમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org