________________
બહિરાત્માથી પરમાત્મા સુધી
૧૭૭ સ્ત્રી સંતાનોત્પત્તિ કરવા સક્ષમ હોવા છતાં તે માટેની જરૂરી પુરુષ સમાગમની સામગ્રી ન મેળવવાથી સંતાન સુખ વગરની રહે.
વળી ચરમાવર્તકાળ પામેલા જીવોમાં જેઓ ભવ્ય છે પણ સંસારકાળ અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક હોય ત્યાં સુધી તેઓ મોક્ષ પામે નહિ. ચરમાવર્તકાળ પામેલા ભવ્ય જીવો અપુનબંધક અવસ્થામાં આવેલા છે તેઓ જ ધર્મોપદેશને યોગ્ય છે. મિથ્યાષ્ટિ તેમ જ સમ્યગુદષ્ટિ બંને ચરમાવર્ત સુધી પહોંચી શકે, પરંતુ સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે પામ્યા વગર ભવ્યો પણ સિદ્ધિપદ પામી શકતા નથી. મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે “મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રદ્ધાદિ અને તેમાં પણ ધર્મશ્રદ્ધા વિશેષ સુદુમ્રાપ્ય છે. ધર્મશ્રવણ તો અભવ્યો તેમ જ દુર્ભવ્યો પણ પામે છે. પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો ફક્ત ભવ્યાત્માઓ જ પામે છે અને તેઓ કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક ન જ હોવો જોઇએ. જીવનો સહજ મળવાળો અચરમાવર્તકાળ ભવબાલકાળ ગણાય. તેના ક્ષયવાળો ચરમાવર્તકાળ ધર્મયૌવનકાળ ગણાય. તે કાળમાં જ ધર્મબીજનાં વાવેતર, ધર્મરાગ, ધર્મપ્રશંસા, ધર્મ-ઇચ્છા, તે માટે ગુરુની શોધ, ગુરુયોગ, ધર્મશ્રવણ, જેનાં ફળરૂપે સમ્યગ્દર્શનરૂપી ધર્મ પામે. તે પૂર્વે અપુનબંધક અવસ્થા પામે છે, જ્યાં તે તીવ્ર ભાવે પાપ કરતો નથી, ઘોર સંસાર પ્રત્યે બહુમાન નથી ધરતો, ઉચિતનો આદર કરે છે. આ ત્રણ ગુણ પ્રગટે છે. તેવા આત્માઓ જિનપ્રવચનની ગંભીરતા, સૂક્ષ્મતાથી કલ્યાણ માર્ગનું આલંબન લે છે.” આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે “આ કલ્યાણ માર્ગ અપુનબંધકાદિ આત્માઓ વડે આચરાયેલો છે.” તેમની ઓળખ કરાવતાં કહે છે કે “એ ક્ષણપ્રાય:કર્મ હોય છે કે વિશુદ્ધ આશયવાળા હોય છે, ભવ-અબહુમાની હોય છે, અને મહાપુરુષો હોય છે.
આટલી વિગતે ચર્ચા-વિચારણા કર્યા પછી બહિરાત્મા પરમાત્મા કેવી રીતે થાય તે તરફ વળીએ. તે માટે અલ્પભવ એટલે એક યુગલપરાવર્તકાળથી અંદર આવેલા જીવો અલ્પભવી જીવ કહેવાય છે. તેથી વધુ ને વધુ તત્ત્વજ્ઞાન સ્પર્શી શકતું જ નથી. કાળ બળે તે જીવ હવે અસાંવ્યવહારિક અવ્યવહારમાંથી સાંવ્યવહારિક વ્યવહારરાશિમાં આવ્યો. અનાદિ કાળના સૂમ નિગોદ, સાધારણ વનસ્પતિકાય પછી બાદર નિગોદ, પૃથ્વીકાયાદિ સ્થાવર કાય, બેઇન્દ્રિયાદિમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org