________________
બહિરાત્માથી પરમાત્મા સુધી
૧૭૫
ધર્મશ્રવણાદિથી ધર્મની અંકુર અવસ્થા નિષ્પન્ન થાય. બીજાદિ અવસ્થાઓ જુદા જુદા જીવોને એક જ સમય-સામગ્રીથી નહિ પણ જુદા જુદા સમયે, જુદા જુદા ક્ષેત્રે, જુદા જુદા ગુરુ વગેરેથી તે પ્રગટે છે. આલંબનો જેવાં કે કોઈ ગુરુ, કોઈ પ્રતિમા, કોઈ શાસ્ત્ર, કોઈ પ્રસંગાદિથી તે પ્રગટે છે. આમ જુદા જુદા જીવોને જુદી જુદી સામગ્રીથી તે પ્રગટે છે. એ માટે જીવની વિશિષ્ટ યોગ્યતા જરૂરી છે. તેથી અભવ્ય પાછળ કોઈ તૂટી જાય તો પણ તેનામાં ભવ્ય સ્વભાવ પેદા ન કરી શકાય. મહામૂલી ભવ્યત્વ સ્વભાવની ટિકિટ ભવ્ય ને વગર મહેનતે જો મળી છે, છતાં પણ ભવ્યત્વને પકાવનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ કેમ લીન ન બની શકાય ? ભવિતવ્યતા (ભવ્યત્વ) એટલે નિયતિ, જ્યાં બીજા કારણો દર્શાવી શકાતા નથી અને ચોક્કસ પ્રકારની સ્થિતિ બને ત્યાં તે મુખ્ય ભાગ ભજવે છે. જેમકે સમરાદિત્યની કથામાં ગુણસેનને અગ્નિશર્માનું પારણું કરાવવાની ધગશ થાય પણ પારણાના દિવસે જ વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં; અત્રે ભવિતવ્યતાને જ કારણ કહી શકાય. ભગવાને ગોશાલાને તે જોવેશ્યાની વિધિ બતાવી, પરંતુ તેણે તેનો પ્રયોગ ભગવાન મહાવીર પર જ ને ? શું મહાવીર તેવું જાણતા ન હતા ? ચમરબંધીની મહાયોજનાઓ સફળતાની ઠેઠ નજીક પહોંચે છતાં તે નિષ્ફળતા પામે. રામ-સીતા, નળ-દમયંતીને વનવાસ સહેવા પડ્યા, જગત-દયાળુ મહાવીરના કાનમાં ખીલા ઠોકાય. અનુત્તરવાસી દેવ જેવા મહાતત્ત્વચિંતક, અવધિજ્ઞાનીને મનુષ્યપણું ન હોવાથી, અનુકૂળ કર્મના અભાવે દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર ગુણસ્થાનક નથી મળતું. પાંચમા આરાના મનુષ્યોને પ્રથમ સંઘયણને અનુકૂળ કર્મ નહિ તેથી સાતમા ગુણસ્થાનકથી ઉપર જઈ શકાતું નથી.
પચકારણવાદમાં ૧. કાળ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. ભાગ્ય, ૫. પુરુષાર્થ ગણાવાય છે. કાર્ય થવામાં યોગ્ય કાળ, વસ્તુનો સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યમ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનાદિ કાળના સૂક્ષ્મ નિગોદ સાધારણ વનસ્પતિકાયના નિવાસ પછી બાદર નિગોદ, પૃથ્વીકાયાદિ સ્થાવરકાય, બેઇન્દ્રિયાદિ મેળવ્યા પછી કેટલા સમય બાદ મનુષ્યપણું પામે, સામગ્રી પણ મેળવે છતાં તત્ત્વજ્ઞાન કેમ નથી થતું ? ચરમાવર્તમાં આવ્યા પછી જ જે ત્યાજ્ય પદાર્થો ઉપાદેય તરીકે અને ઉપાદેયને ત્યાજ્ય તરીકે જોતો હતો તે ચરમાવર્તકાળમાં જ રુચે છે. અપુનબંધક આત્મા શરમાવર્તમાં પ્રવેશી માર્ગાનુસારી, માર્ગાભિમુખ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org