________________
૧૭૪
આત્મા કર્મનો કર્તા પણ નથી, અને કર્મનો ભોક્તા પણ નથી.
વ્યવહારનય અને નિશ્વનયથી એમ ઊભયનયથી આત્મદશાનો નિર્ણય કરવો તે ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે જીવને અજરામર એવા મોક્ષ સુધી ગતિ કરાવનાર હોવાથી તથા સર્વ કર્મરૂપી રોગથી મુક્ત કરાવનાર હોવાથી ૫૨મ અમૃતરૂપ છે. આ તત્ત્વબોધ રૂપી અને તત્ત્વસંવેદનરૂપી પરમ જ્ઞાન છે જે અયોગી અવસ્થા સુધી લઈ જઈ મોક્ષગતિ સાથે જોડી આપનાર પરમ યોગ છે.
જૈન ધર્મના પુષ્પગુચ્છ
શુદ્ધ આત્મદ્રવ્યની સમજણ અત્યંત ગુહ્ય છે. એનો અનુભવ તેથી પણ વધારે ગુહ્ય છે. તેથી આ તત્ત્વજ્ઞાન સામાન્ય માણસથી ગુપ્ત રાખવા જેવું છે, કારણ કે આ સૂક્ષ્મ તત્ત્વની વિચારણા સૂક્ષ્મ નયાશ્રિત છે; કારણ કે વ્યવહારનય, અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનયાદિને ધ્યાનમાં રાખી તેવી અપેક્ષા સહ આત્મતત્ત્વ સમજવાનું છે. કારણ કે વ્યવહારનયમાં વાસ્તવિકતાનો વિચાર છે, જ્યારે નિશ્ચયનયમાં આદર્શનો વિચાર છે.
જૈનદર્શન એક અજોડ દર્શન છે. તેમાં નવતત્ત્વ, પંચાસ્તિકાય, કાળ, પુદ્ગલપરાવર્તકાળ, ચ૨માવર્ત, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, તપ, સંયમ, ચારે પુરુષાર્થો અને તેમાં પણ જીવ કે આત્મા વિષયક મોક્ષ સુધીની ચર્ચા અજોડ, અદ્વિતીય છે જે બીજે ક્યાંય પણ ઉપલબ્ધ થાય તેમ નથી. આત્મા અને તેને મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય તે પર નજર ફેરવી લઈએ. આત્માની ત્રણ દશા બતાવી છે કે જેવી કે બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા. એ એક એકથી ચડિયાતી દશાઓ છે. એ દ્વારા જ સંસારી આત્મા પામરાત્માની દશામાંથી ઉત્ક્રાન્તિ કરી ઠેઠ વિકસિત છેલ્લી દશા પરમાત્મદશા સુધી પહોંચી શકે છે. આ દર્શનમાં વિકાસ સાધતો પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે. અનંત આત્માઓ સિદ્ધ થઈ પરમાત્મા થયા છે અને થઈ શકે છે.
કેવી રીતે જીવાત્મા પરમાત્મા થઈ શકે તે માટે એક દૃષ્ટાંત જોઇએ. મોક્ષરૂપ કાર્યમાં પરિણમવા માટે એક માત્ર ધર્મ જ ઉપયોગી છે, અર્થ અને કામ નહિ. આ બંને અસત્ પુરુષાર્થ છે. જ્યારે ધર્મ-મોક્ષ બંને પુરુષાર્થ સત્પુરુષાર્થ છે. ધર્મ-પુરુષાર્થ એક જાતનું વૃક્ષ છે. એ બીજ અવસ્થાથી માંડી ફળ અવસ્થા પર્યંત વિકસે છે. જે માટે સહકારી કારણો જરૂરી છે. પુરુષાર્થથી ધર્મની બીજ અવસ્થાથી માંડી ફળ અવસ્થા સુધી વિકસે છે. આવું પ્રગટાવવા માટે સહકારી કારણો અને સાધનોની જરૂર છે. ધર્મપુરુષાર્થથી ધર્મની બીજી અવસ્થા, ધર્મ-ચિંતા,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org