________________
સવ્વપાવપણાસણો
જેમાં રાગદ્વેષનું મિશ્રણ છે તેવા વિષયકષાયાદિ આભ્યન્તર પરિગ્રહ કહેવાય છે. આના લીધે પોતાના ધનનો, શક્તિનો, વાક્છટાનો દુરુપયોગ કરી સૌનો શાપ માથે લઈ મરીને દુર્ગતિનું ભાજન બની અનંત કાળચક્રો નિરર્થક, સર્વથા નિરર્થક, બરબાદ કર્યા છે. સર્વશ્રેષ્ઠ માનવભવમાં પોતાના આત્માની અને પરમાત્માની સાધના કરવી જોઇતી હતી તેને બદલે ક્ષણભંગુર સંસારની ખટપટોમાં પુણ્યની મૂડી વેડફી નાંખી, પુણ્યની કમાઈ સમાપ્ત કરી દીધી.
નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધીના ચેતન જીવો ૧૪ રાજલોકમાં રાગ-દ્વેષ અને કષાયો દ્વારા જે કાર્મણ વર્ગણાઓ આત્મા સાથે એકાકાર કરે છે તેથી તેઓને ૮૪ લાખ યોનિઓમાં ભટકવું પડે છે. સમસ્ત સંસારમાં ચાલતી અસીમ પ્રવૃત્તિઓનું વિભાજન શુભ-અશુભ બંને રીતે કરી શકાય. દેવ, માનવ, તિર્યંચ, ના૨ક તથા એકથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોની મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓનું વિભાજન કરતાં શુભાશુભનો ખ્યાલ આવી શકે. આમાં સર્વ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કાયિક તદુપરાંત વાચિક પણ થાય છે. જ્યોર માનસિક સારા ખોટા વિચારોની પ્રવૃત્તિઓ અમર્યાદ, અંત વગરની છે. અહીં આ સિદ્ધાન્ત ખ્યાલમાં રાખવાનો છે કે ‘ક્રિયાએ કર્મ પરિણામબંધ.' આવાં શાસ્ત્રીય સિદ્ધાન્તો અકાઢ્ય છે. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં આ વાત જણાવી છે કે ‘કાય-વાડ્મનઃ કર્મયોગ:'
ભૂતકાળમાં કરેલી પુણ્યાત્મક શુભ પ્રવૃત્તિઓને સ્મૃતિપટ પર લાવી ખુશ થવાના સ્વભાવવાળો માનવમાત્ર તત્કાળ કરેલી અશુભ ક્રિયાઓને એકાદ ક્ષણ માટે પણ સ્મૃતિમાં લાવી શકતો ન હોય તો ૨૫-૩૦ વર્ષો પૂર્વે કરેલાં પાપકર્મો ક્યાંથી યાદ રાખી શકાય ? ‘મેં આ ખોટું કર્યું છે, મારાથી પાપો થઈ ગયાં છે’ ઇત્યાદિ પ્રસંગોમાં મિચ્છામિ દુક્કડં આપવાનો ભાવ પણ કેવી રીતે થઈ શકે ? જો આમ ચાલ્યા જ કરે તો પુણ્યકર્મની રાશિ સાથે જન્મેલો મનુષ્ય, માનવભવને મેળવી આજીવન અવિરતપણે પાપ વ્યવહાર કરી પાપ કર્મોનો ભારો મસ્તક પર લઈ ૮૪ લાખ યોનિમાંથી નીકળી દુઃખમય અશુભ નક-તિર્યંચ યોનિમાં પટકાઈ જશે.
તેથી મારો આત્મા કયા કયા પાપોથી ઘેરાયેલો છે ? તેનો નિર્ણય કરવો શિક્ષિત જીવનનો ફલાદેશ છે. મનુષ્યજીવનમાં સાવધાન કે અસાવધાન બન્યા તો કે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org