________________
-
૧૮૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન છે. પાંચમું અમૃત અનુષ્ઠાન છે. જે ઉત્તમ સઅનુષ્ઠાન છે. મોક્ષના રાગ ઉપરાંત આજ તત્ત્વ છે, એવી સર્વજ્ઞ જિનકથિત માર્ગની શ્રદ્ધાપૂર્વક શુભ અધ્યવસાયથી કરાતું હોઈ અમૃતનું એટલે કે અ-મરણનું અર્થાત્ મોક્ષનું કારણ છે.
સંવરાત્મા શુદ્ધ ભાવમાં આગળ વધતાં જ્યાં ઉચ્ચ નિરાવલંબન ધ્યાનથી સ્વરૂપ રમણતાની પરાકાષ્ઠાએ પહોંચી ક્ષમાદિ ધર્મો તથા તત્ત્વસંવેદનને તદ્દન આત્મસ્વભાવભૂત કરી દે છે. આત્મા વીતરાગ બને છે. ત્રીજી પરમાત્મદશા પ્રગટે છે. અહીં જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થઈ જવાથી લોકાલોક પ્રકાશક અનંત જ્ઞાન-દર્શન-અનંત વીર્યાદિ અનંતાગુણ પ્રગટે છે. ત્રણે કાળનું વિશ્વ પ્રત્યક્ષ દેખાતું હોવાથી કશું જ ન જણાતું કે ન દેખાતું રહેતું નથી કે જેના માટે ચિંતન-ધ્યાનાદિ કરવા પડે. આવી ધ્યાનાતીત શુદ્ધ સ્વરૂપાવસ્થા છે. અહીં હજી દેહનો સંબંધ છે. દેહની પ્રવૃત્તિ છે, છતાં એજ્ઞાન અને નિદ્રા, મિથ્યાત્વ-અવિરતિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, હાસ્યાદિ છે અને દાન-લાભ-ભોગપભોગ, વીર્યના પાંચ અંતરાય એ આત્માના ૧૮ દોષો, એના અવાન્તરપ્રકારો સર્વે નાશ પામેલા હોવાથી તદ્દન શુદ્ધ, સ્વચ્છ, ગુણમય દશા પ્રગટ થઈ ગઈ છે. તેથી આ સદેહ પરમાત્મદશા છે. જીવનમુક્ત દશા છે. અત્રે શાતા-અશાતા વેદનીય કર્મ, આયુષ્ય કર્મ વગેરે ભોગવાઈ જતાં હવે કશો કોઈ સંબંધ ન રહેવાથી તે આત્મા દેહાદિ સંબંધ રહિત થઈ હંમેશને માટે મોક્ષગામી રહે છે. અહીં અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, અનંતવીર્યાદિ મૂળ ૮ ગુણ પ્રગટ રહે છે.
ચર્ચા-વિચારણાદિનો સારસંક્ષેપ આમ કહી શકાય કે બહિરાભદશામાંથી નીકળી અંતરાત્મા અને પરમાત્મા બનવા માટે સર્વજ્ઞોક્ત તત્ત્વો, મોક્ષમાર્ગનું જ્ઞાન તથા આચરણ, ધર્મશાસનની નિશ્રા જોઇએ. પૂર્વે થયેલા અરિહંત પરમાત્મા જેમણે તેમની પૂર્વે થયેલાં અને તેમણે તે પૂર્વેના અરિહંતો પણ તત્ત્વદર્શન અને ધર્મશાસનના આધારે જ બન્યા હોય એટલે અનેકાનેક અરિહંતો થયા, થાય, થશે. એથી “નમો અરિહંતાણ બહુવચનમાં પ્રયોજાય છે જે ન્યાયપુર:સર છે.
અત્યારના આ બધાં જીવો અનંતપુગલપરાવર્તકાળથી સંસારની ૮૪ લાખ યોનિઓમાં ભટકીએ, ઘૂમીએ, ચક્રાવો લઇએ છીએ; ફસાયેલા છીએ એ જ સૂચવે છે કે પુદ્ગલપરાવર્તકાળ પૂર્વે આપણને બીજાધાનાદિ, પત્ર, પુષ્પ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org