________________
બહિરાત્માથી પરમાત્મા સુધી
આત્મા અને મોક્ષ વિષે વિવિધ દૃષ્ટિકોણથી તથા વિવિધ નયોથી વિગતવાર ચર્ચા-વિચારણા જૈનદર્શનમાં કરાઈ છે. તેને ધ્યાનમાં રાખી આત્મા વિષે કંઈક લખવા મન પ્રેરાયું છે.
પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ અધ્યાત્મસારની લગભગ ૭૫૬ થી ૮૭૩ ગાથામાં વ્યવહાર તથા નિશ્ચય દૃષ્ટિકોણથી જુદા જુદા નયોનો સમન્વય કરી આત્મા વિષે સુંદર તથા વિગતવાર રજુઆત કરી છે. (ડૉ. રમણલાલ ચી. શાહે અધ્યાત્મસાર ભાગ ૩માં પૃષ્ઠ ૬૩ થી ૧૬૩માં મૂળ શ્લોકો, તેનો અનુવાદ તથા વિસ્તૃત વિવરણ કરીને એક નવો જ પ્રબંધ કે પ્રકરણ ગ્રંથ આપણને આપ્યો છે. તેમાં રજૂ કરેલા વિચારોનો આધાર લઈ કંઈક રજુઆત કરું છું જે માટે તેમનો ઋણી છું).
પ્રસ્તુત પ્રબંધમાં “આત્મનિશ્ચય અધિકાર'માં શ્લોક ૭૮ થી ૧૯૬ સુધીમાં નયોને અનુલક્ષી વિવરણ તથા ચર્ચા કરવામાં આવી છે. પ્રત્યેક વસ્તુ અનેકધર્મી છે. તેમાંથી નિશ્ચિત કરેલા અંશ કે અંશોને ગ્રહણ કરી બાકીના પ્રત્યે ઉદાસીન રહે તે નય કહેવાય; પરંતુ જો બાકીનાનો નિષેધ કરે તો તેને નયાભાસ કહે છે. નય એટલે વસ્તુનું પ્રતિપાદન કરવાનો એક દૃષ્ટિકોણ કે અપેક્ષા. નયોના મુખ્ય બે પ્રકારો છે જેવા કે નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક નય કે પર્યાયાર્થિક નય. આ નયોના શુદ્ધ અને અશુદ્ધ એવા પ્રકારો પણ છે. તેમાં મુખ્ય સાત નય છે, જેવાં કે નેગમનય, સંગ્રહનય, વ્યવહારનય, જુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય. આમાં પ્રથમ ત્રણ દ્રવ્યાર્થિક નય છે અને પછીના ચાર પર્યાયાર્થિક નય છે. જટિલ એવા નયોની સમજ અધ્યાત્મશાસ્ત્રમાં આવશ્યક અને ઉપયોગી છે.
હવે નયો દ્વારા આત્માની સમજણ મેળવીએ. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે. જ્યારે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા કર્મે કરેલાં સુખદુઃખનો ભોકતા છે. શુદ્ધ નયથી આત્મા વિભુ હોઈ શુદ્ધ ભાવોનો કર્તા છે, શુદ્ધ ક્ષણોની વૃત્તિના આશ્રય થકી કર્તા બને છે. આત્મા શુદ્ધ પર્યાયરૂપ છે, શુદ્ધ સ્વભાવનો કર્તા પણ છે. સંગ્રહનય પ્રમાણે ભાવોનો સદા અન્વય હોવાથી આત્માનું કર્તુત્વ નહીં, સાક્ષીપણાનો આશ્રય કરનાર આત્મા કેવળ કૂટસ્થ રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org