________________
બોધિદયાણ
અભય-ચક્ષુ-માર્ગ-શરણથી બોધિ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે આત્માના ભાવનું આરોગ્ય છે. જે માટે લોકોત્તર ભાવો પ્રાપ્ત થવા જોઇએ અને પાપ વિકારો જેવાં કે વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ધર્મપથ્યની અરૂચિ, ક્રોધાદિ ખણજ શમાવાય એ બહુ જરૂરી છે. આનાથી આત્મામાં યોગ્યતા આવે છે. અભયાદિથી માંડીને ઉત્તરોત્તર કર્મક્ષયોપશમ વધતાં વધતાં એનો આસ્વાદ આવે છે. જ્યાં જ્યાં જૈન સ્તવનો, સ્તોત્રો, સ્તુતિઓ વગેરેમાં આરોગ્યની વાત કરી છે તે આરોગ્ય ભવ આરોગ્ય છે. જેનાથી જન્મ-મરણના ફેરા ટળી છેવટે સિદ્ધગતિ મળે. નવસ્મરણોમાંનું નવમું સ્મરણ જે બૃહચ્છાન્તિ સ્મરણ કહેવાય છે. ત્યાં પણ આમ લખ્યું છે “અહંદાદિ.ભાવાદારોગ્યશ્રીધૃતિમતિ” છે. બોધિલાભ એટલે જિનોક્ત ધર્મની પ્રાપ્તિ. જે શ્રુતધર્મ, ચારિત્રધર્મ, દાનશીલાદિ ધર્મ, ગૃહસ્થ- સાધુ ધર્મ, સાશ્રવતિરાશ્રવધર્મની પ્રાપ્તિ, જેમાં કોઈ પણ જાતના નિયાણાવાળી નહિ, પદગલિક આશંસા નહિ, કિંતુ માત્ર મોક્ષ માટે જ હોય જે પ્રશંસનીય-આદરણીય છે તેમાં સમ્યગ્દર્શનથી માંડી ઠેઠ વીતરાગ સુધીના પરાકાષ્ઠાના શુદ્ધ આંતર પરિણામરૂપ ધર્મ સુધીના ધર્મો આવે.
આમ આ બોધિની પ્રાપ્તિ થવામાં આત્માનો ક્ષયોપશમ, પુરુષાર્થ, ભવિતવ્યતા, તથાભવ્યત્વ કાળાદિ કારણો હોવા છતાં પૂર્વ કહ્યા પ્રમાણે પ્રધાન કારણ અરિહંત ભગવાનનો પ્રભાવ, આલંબન અને એમના જ ધર્મશાસનના પ્રભાવે બોધિરત્ન પ્રાપ્ત થાય છે; તેથી ગણધર ગૌતમસ્વામી કહે છે કે ભગવાન બોધિદાતા છે. કોઇને એમ થાય કે તીર્થકર તો તરી ગયા છે. તેમને કશું કરવાનું કે લેવાનું નથી. તો એમને કેમ સંડોવાય છે? જેમ ચિંતામણિરત્ન, દક્ષિણાવર્ત શંખ, કામકુંભ કે કલ્પવૃક્ષ આમ તો જડ છે છતાં તે ઇચ્છિત વસ્તુનું દાન કરે છે તેમ મનાય છે. તેનો એવો પ્રભાવ છે કે તે આપે છે તેમ મનાતું આવ્યું છે જે એક પ્રકારની માન્યતા જ છે. અલબત્ત એમાં ગુરુ સંયોગ, જીવની તેવી યોગ્યતા, અન્ય અનુકુળ સંયોગ-પરિસ્થિતિ વગેરે કારણો પણ હેતુભૂત છે; પરંતુ એ બધાં કારણોમાં ભગવદનુગ્રહ એ પ્રધાન કારણ છે કેમકે એ મહાપ્રભાવશાળી છે, મહા સામર્થ્યશાળી છે તેથી પંચસૂત્રમાં કહ્યું છે કે અચિંત્યસત્તિજડત્તા હિ તે મહાણુભાવા.”
પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો તથા ચોથે બિરાજેલા શ્રાવક-શ્રાવિકાઓ ચૈત્યવંદન તથા અન્ય અનુષ્ઠાનોમાં “અરિહંત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org