________________
૧૬ ૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ ખાલી જગા છે. જેના બે ભાગ પૂર્વની સ્થિતિ અને પછીની, હવે કોઈ મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવાનું નથી કેમકે સ્થિતિ એના મિથ્યાત્વ કર્મના પુગલો અનિવૃત્તિકરણના અમુક ભાગે અતિવિશુદ્ધ અધ્યવસાયના બળે અંતરકરણની પૂર્વની અને પછીની સ્થિતિના કરી નાંખ્યા છે, જે અપવર્તના-ઉદ્વર્તનાથી પૂર્વોત્તર સ્થિતિવાળા બનાવી દીધાં છે. અહીં અંતરકરણકાળના બધાં મિથ્યાત્વ કર્મ-પુગલોને ખેંચી લીધા છે. આ સમગ્ર ક્રિયાને અંતરકરણ કહેવાય. અનિવૃત્તિકરણ પૂરું થતાં જ હવે કોઈ મિથ્યાત્વ કર્મપુદ્ગલ રહ્યું ન હોવાથી અંતરકરણ અથવા આંતરૂ (ખાલી જગા) શરૂ થાય છે. આમ અંતરકરણના પ્રથમ સમયે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. અહીં જ સિલકમાં રહેલા બધા જ મિથ્યાત્વકર્મપુદ્ગલોનું સંશોધન કરી ત્રણ પેજ બનાવે છે. અહીં જો ઉપશમ સમ્યકત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ કરી શુદ્ધ પુંજ સમ્યગ્બોહનીય ઉદયમાં લાવે તો ક્ષયોપશમ સમ્યકત્વ પ્રગટ થાય. અર્ધ-શુદ્ધ મિશ્રમોહનીય ઉદયમાં લાવે તો મિશ્રભાવ અને અશુદ્ધ મિથ્યાત્વ મોહનીય ઉદયમાં લાવે તો મિથ્યાત્વ પ્રગટે.
આ વાત માટે બે મત પ્રવર્તે છે. એક સૈદ્ધાત્તિક અને બીજો કાર્મગ્રંથિક. પહેલા મત પ્રમાણે કોઈ જીવ અધ્યવસાય વડે મિથ્યાત્વનો સર્વથા ઉપશમ કરે તે ઉપશમ સમ્યકત્વ પામવાનો. બીજો જે અધ્યયવ્યવસાયબબે મિથ્યાત્વનું સંશોધન કરી એના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એવા ત્રણ પુંજ કરે છે. શુદ્ધ કર્મયુગલના ઉદયથી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. હવે અંતઃકોડાકોડી સ્થિતિના આંક પર પહોંચતાં તે આ સમકત્વ પ્રાપ્ત કરે છે. એમાંથી પણ પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ ભાવ પ્રાપ્ત થાય. એમાંથી પણ
જ્યારે સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય. એમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશ્રમશ્રેણિ પ્રાપ્ત થાય, એમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય.
આના જેવો કાર્મગ્રંથિક મત છે જેમાં યથાપ્રવૃત્તિકરણ શરૂ થતાં પહેલાં ‘પૂર્વ વિશુદ્ધિ'ની ભૂમિકા સર્જાય છે. જેમાં આત્મા પૂર્વ કષાયોના-રાગદ્વેષના સંકલેશમાં હતો તેમાં મંદતા થઈ, વિશુદ્ધિ સમયે સમયે અનંતગુણી થતી જાય છે. આ મતમાં જે ત્રણ પુંજ કરાય છે તે અનિવૃત્તિકરણમાં નહિ પણ અપૂર્વકરણમાં થાય છે. આ બંને મતો છે, તેમાં કેટલુંક સામ્ય અને કેટલુંક જુદાપણું સ્પષ્ટ તરી આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org