________________
બોધિદયાણ
નમુત્થણ' સૂત્ર કે જે ગણધર ભગવંતે રચ્યું છે તે અદ્વિતીય, મનનીય, રોચક, તત્ત્વગર્ભિત સમર્થ સૂત્ર છે. એનો ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પોષધાદિમાં ઉપયોગ કરાય છે. સ્તુતિકાર ગૌતમસ્વામી અલૌકિક અને સારગર્ભિત
સ્તુતિમાં પ્રભુના યશોગાન ગાય છે. તેમાં આવતાં પદોમાંનું એક પદ બોડિદયાણ' (બોધિદયાણ) છે. એ વિષે કંઈક લખવા પ્રેરાયો છું. તેનું બીજું નામ શક્રસ્તવ છે. તે વડે ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કરી છે. નમુત્થણની જેમ ચૈત્યવંદનનાં અન્ય સૂત્રો જેવાં કે અરિહંત ચેઈઆણં, અન્નત્ય ઉસિ સિએણે, લોગસ્સ, પુસ્કરવર, સિદ્ધાણં બુદ્ધાણં અને જય વિયરાય તેમણે જ રચેલા સૂત્રો છે. જય વયરાય અથવા પ્રાર્થનાસૂત્રમાં “સમાધિમરણં ચ બહિલાભો અ, સંપwઉ મહ એ તુહનાહ પણામ કરણ' છે.
જગતમાં સ્તુતિ, પ્રાર્થનાનો અચિંત્ય મહિમા છે. પ્રાર્થના એટલે માગણી, સ્તુતિ એટલે ગુણગાન. પ્રત્યેક મુશ્કેલીમાં આવેલી વ્યક્તિ મંદિરમાં જઈ બે હાથ જેડી નતમસ્તકે મુશ્કેલીમાંથી પાર પડવા પ્રભુને પ્રાર્થે છે. જ્યાં જ્યાં પ્રદક્ષિણા ફરતા ભગવાનના બિંબ હોય ત્યાં ત્યાં વળી ગભારામાં અનેક જિનબિંબ હોય છે ત્યાં એકેક ભગવાનના સમ્યગ દર્શન-વંદનનો લાભ લેવા નતમસ્તકે “નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો સ્વયં-સંબુદ્ધાણં વગેરે પદોથી લાભ લઈ શકાય. ચૈત્યવંદનમાં આવતું જયવીરાયમાં “તુહ પભાવ ઓ ભયજં ભવનિવેઓ મગાણસરિયા... ગુરજણપૂઆ પરWકરણ ૨ સુહગુરુજ ગો તવણસેવણા..બોકિલાભો છે જે બધું પ્રભુકૃપાના બળે છે. પોતે કંઈ તે વગર પ્રાપ્ત કરી શકે તેમ નથી. તે સમજવા જેવું છે.
નમુત્થણમાં આવતું એક પદ “બોદિયાણં' વિષે કંઈક જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ. બોડિદયાણું એટલે બોધિ આપનારને નમસ્કાર હો. અહીં બોહિ એટલે શું ? બોહિ એટલે જિનેશ્વર દેવે કહેલા ધર્મની પ્રાપ્તિ. ધર્મની પ્રાપ્તિ બહુ વિશાળ અર્થમાં છે. “અરિહંત ચેઈયાણ' સૂત્રમાં પણ તે પદો આવે છે. જેમકે બહિલાણભવત્તિયા એ.’ લાભ કેવો ? વીતરાગ બનવા સુધી જે જે ઉત્તરોત્તર ચઢિયાતા આંતરિક ધર્મ સ્પર્શવાની જરૂર છે તેની સ્પર્શના એ જ ધર્મપ્રાપ્તિ. અહીં “બોધિ' શબ્દથી જિનોક્ત ધર્મપ્રાપ્તિ સમ્યગ્દર્શન સ્વરૂપ સમજવાની છે. જે ત્રણ કરણથી પ્રગટ થાય છે. ૧ યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org