________________
બોધિદયાણ
૧૬૩
વગેરે છે. માર્ગ–બહુમાનાદિ એટલે ધર્મપ્રશંસા, ધર્મ-અભિલાષા જે ધર્મની ભૂમિકા છે, એ કોઈ ડોલંડોલ, અસ્વસ્થ, વિહ્વળ, ભયભીત જીવોને તે સાચા સ્વરૂપે પ્રગટે નહિ. આ બધું પામવા માટે મેળવવા માટે આત્મસ્વાથ્ય નિતાંત જરૂરી છે, આવશ્યક છે, જે મેળવવા આત્મધર્મરૂપ ચક્ષુ એટલે કે વિશિષ્ટ આત્મધર્મ જે વડે તત્ત્વપ્રતીતિ તત્ત્વોને શ્રદ્ધાન પ્રગટે છે. આ ચક્ષુ દ્વારા મગ્ન-માર્ગ એટલે ચિત્તનું વક્રતા વગરનું સરળ ગમન શક્ય બને છે. અવક્રગતિ એટલે એક જાતનો કર્મનો ક્ષયોપશમ, જે આગળ વધતાં ગુણસ્થાનો પર ચઢાવે છે, ગુણલાભ પમાડે છે. ચક્ષુ એટલે જોયું તે પ્રમાણે ધર્મની રૂચિ કેળવે છે જેની વચમાં દર્શન મોહનીય-મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ થાય છે. જેમ એક નળીમાં સાપ સરળ ગતિએ ચાલ્યો જાય અને ઇષ્ટ સ્થાને પહોંચે તેમ ચિત્ત તેવા પ્રકારના લયોપશમ દ્વારા સરળ જઈ ઉપરના ગુણલાભ કરાવનારું બને છે. આથી આગળ વધતાં શરણ પ્રાપ્ત થાય છે. જે શરણ, રક્ષણ તત્ત્વાવિવિદિષા અર્થાત્ તત્ત્વચિંતારૂપ છે. તત્ત્વ શું હશે એ ચિંતા થાય, જાણવાની આતુરતા અભિલાષા જાગે એનું નામ શરણ છે. જેમકે ગૌતમસ્વામીના ૧૫૦૦ તાપસોને તત્ત્વશુશ્રુષા જાગી. વીરને નીરખવા હતા કેમકે તેઓ તત્ત્વવેતા છે તેમ ગૌતમસ્વામી પાસેથી જાણ્યું. એ ચિંતા ઉગ્ર થતાં વીર પ્રભુના સમવસરણમાં પહોંચતા ધીખતી તત્ત્વશÀષાની આગથી ઘન-ઘાતી જ્ઞાનાવરણાદિ કર્મો બળીને ભસ્મીભૂત થતાં, ગુરુ ગૌતમને છબસ્થતાની ધરતી પર ચાલતા રાખી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને વીતરાગતાના આસમાને ઊડ્યા અને તે પણ ગુરુ ગૌતમને બાજુ પર રાખી પોતે ૧૫૦૦ કેવળી થઈ ગયા.
બીજું દષ્ટાન્ન વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણનું છે. જૈનાચાર્યો પાસે મહાન તત્ત્વજ્ઞાન અને તર્કવિદ્યા છે. એ પ્રાપ્ત કરી લઉં તો મહાવાદી તરીકે જગવિખ્યાત થઈ જાઉં. સાધુ પાસે જોયું કે સાધુ બન્યા સિવાય તે મળશે નહિ, તેથી મહા વૈરાગીપણાનો ડોળ દેખાડી ઢોંગ કરી જે તત્ત્વશુશ્રુષાદિ બતાવશે તે કેવા માત્ર ગુણાભાસ છે કે કીર્તિનો એકમાત્ર ચાળો છે ? મંડ્યા ભણવા. ભવિતવ્યતા સારી કે વિશ્વમાં અનન્ય એવું જૈન તત્ત્વજ્ઞાન જેમ જેમ મેળવતા ગયા તેમ તેમ સ્વપ્નમાં ન કલ્પેલું તેવું તત્ત્વજ્ઞાન દેખાવા લાગ્યું. ઓહો થઈ ગયું ! મિથ્યાત્વ ઓસરી ગયું, લુપ્ત થયું, ચાલી ગયું. આમાં અનંત પાપ-પરમાણુનો ક્ષય થતાં સાચી શુશ્રુષા પ્રગટ થતાં તત્ત્વનો સાચો પ્રકાશ પ્રગટ્યો. ગુરુ આગળ એકરાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org