________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે મોહનીય પરિહરું એમ બોલાય છે. આ ત્રણે, નષ્ટ કરવાનો એક આદર્શ સામાયિકનો છે.
સમકિત મેળવ્યું હોય તો તે નષ્ટ ન થાય, મળ્યું હોય તો દુષિત ન થતાં વધુ ને વધુ નિર્મળ થતું રહે અને તે જો ન મળ્યું હોય તો સર્વ ક્રિયા કલાપો તે માટે જ કરવાના. કોઈપણ ભૌતિક કે પદગલિક કામના ન રાખતાં સમકિતનું રટણ કરવું રહ્યું. વળી તે માટે આમ વિચારણા કરવા રહીઃ
અરહંતો મમ દેવો જાવજીવે સુસાહુણો ગુરુણો
જિન પણd તાં ઇય સમ્મત્ત મયે ગલિયમ્ || તેથી સમ્યકત્વ સહિતની ધાર્મિક ક્રિયા આચરણ કે ધ્યાનાદિ સર્વ અધિક ફળદાયી બની રહે છે. આમ આ સમકત્વની પ્રાપ્તિ નિસર્ગથી અને બીજા અધિગમથી થાય છે. ટૂંકમાં કર્મનાશ એ જ ધર્મ છે, સાધ્ય છે. અનંત પુદગલપરાવર્તચક્રો વીતી ગયાં. કાળાંતરે જીવ તથાપ્રકારની યોગ્યતા પ્રાપ્ત થતાં ચરમાવર્તમાં પ્રવેશે ત્યારબાદ જીવનું તથાભવ્યત્વ પરિપક્વ થાય છે. આ છેલ્લું આવર્ત છે, સકત આવર્તમાં આવ્યા પછી બીજીવાર આવર્તામાં ફરવું પડતું ન હોવાથી અંતિમ આવર્તમાં જીવ પ્રવેશી ચૂક્યો છે. હવે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતિકર્મ અને પુરુષાર્થાદિ પાંચે સમવાયી કારણોના યોગે ભવ્ય જીવ પોતાનું ભવ્યત્વ પરિપક્વ કરે છે. હવે જીવ પોતાની ઓઘદૃષ્ટિ ત્યજી યોગદષ્ટિમાં પ્રવેશે છે. મિત્રા, તારા દૃષ્ટિમાં સ્વલ્પ બોધ પ્રાપ્ત કર્યો હતો હવે શ્રવણ સન્મુખીકાળમાં તે પ્રવેશેલો છે. ધર્મ સન્મુખીકરણ થતાં આગળ વધતાં વિશુદ્ધિ વધે છે. યથાપ્રવૃત્તિકરણમાં આગળ વધે છે. કરણ એટલે આત્માની શક્તિને વિશેષ ફોરવીને આગળ વધવાનું છે. ત્યારપછી વિશિષ્ટ બીજું યથાપ્રવૃત્તિકરણ કરે છે જેમાં રાગદ્વેષની ગાંઠતોડવાની દિશામાં આગળ વધે છે. એને આત્મોન્નતિ કે આત્મવિકાસનું પ્રથમ સોપાન કહે છે. ભવ્ય જીવો બીજી વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણની પ્રવૃત્તિ કરી કર્મોની સ્થિતિ ૧ ક્રોડાક્રોડની અંદર લાવી દે છે. કર્મગ્રંથની ભાષામાં આ ગાંઠને અનંતાનુબંધી કષાયોની ચોકડી કહે છે. કર્મો અહીં સુધી ઘટે ત્યારે જીવ અપૂર્વકરણ કરી પૂર્વે ન કરી હતી તેવી અપૂર્વ શક્તિને વિકસાવી અપૂર્વકરણની પ્રક્રિયા કરે છે. રાગદ્વેષની ગાંઠ ભેદી આરપાર નીકળી અનંતાનુબંધી સપ્તકનો મજબૂત કિલ્લો ભેદી પ્રથમવાર સમ્યકત્વ પામે છે. જેનો આનંદ અકલ્પનીય, અવર્ણનીય છે. આગળ વધતાં સમ્યકત્વ પ્રાપ્ત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org