________________
સર્વાર્થસિદ્ધ વિમાન
૧૪૩
દેવીઓ ઉત્પન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન થતી નથી. દેવીઓની ગતિ ફક્ત આઠમા દેવલોક સુધીની છે; અથવા ત્યાં સુધી જ જઈ શકે છે. પ્રથમ બે દેવલોકના દેવો મનુષ્યની જેમ કામ-વિષયોની સેવના કરે છે. પછીના નહીં. ૩૪ સ્વર્ગના દેવો સ્પર્શ-સેવી છે, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો માત્ર રૂપ-સેવી છે; દેવીનું રૂપ જોઈ સંતોષ પામે છે. ૭-૮ના દેવો શબ્દ-સેવી છે. પછી દેવી જતી નથી. એટલે પછીના ચાર એટલે ૮ થી ૧૨ સુધી મનઃ સેવી છે. ત્યાર પછી ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર દેવલોકમાં તેઓ મનથી પણ વિષયોપભોગનો વિચાર કરતા નથી. ‘કાયપ્રવીચારા આ ઐશાનાત.' પ્રવીચાર એટલે મૈથુન. જે ફક્ત બીજા ઈશાન દેવુ સુધીના જ દેવો હોય છે. પછીના તો ‘શેષા સ્પર્શ-રૂપ-શબ્દમન પ્રવીચારા દ્રયોર્દ્રયોઃ' ઉપરના દેવોને મૈથુનનો વિચાર પણ આવતો નથી તેથી ‘વિષયાઃ વિનિવર્તન્તે' તેથી તેઓ અપ્રવીચારી છે. ઉપર ઉપરના દેવોને આ પ્રમાણે વિષય-કષાયરૂપી સંસાર હોતો નથી.
વળી ‘ન દેવાઃ’ દેવતાઓ નપુંસક નથી હોતા. માત્ર પુરુષ-સ્ત્રી બે વેદવાળા હોય છે. જેમ જેમ નીચલી ગતિ તેમ તેમ વિષય-વાસના વધુ. વળી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠાદિ દેવોમાં દેવીઓ પણ હોય છે; પ્રવીચાર પણ છે. પ્રવીચાર કેવો સુંદર નવી ભાત પાડે તેવો શબ્દપ્રયોગ ! આથી કર્મબંધની પ્રવૃત્તિ દેવલોકમાં હોવાથી પાપ પણ બંધાય જે ભોગવવા બે ગતિમાં જવું પડે છે. વળી, દેવોમાં સમક્તિ દવોની સંખ્યા ઘણી ન્યૂન છે, જ્યારે મિથ્યાત્વી દેવો અસંખ્ય છે.
દેવલોકમાં ઉપપાત-જન્મ કેવી રીતે થાય છે ‘વૈક્રિયમોપપાતિક’. વૈક્રિય શરીરધારી દેવોના જન્મને ઉપપાત કહેવાય છે. તેઓ માતાની કુક્ષીમાં જન્મતા નથી. પુષ્પો પાથરેલી સુંદર શય્યામાં જન્મ ધારણ કરે છે. તે ઉત્પત્તિ સ્થાનો છે. પુષ્પશય્યામાં ૧૬ વર્ષના યુવાન રાજકુમાર જેવા ઉત્પન્ન થાય છે, જ્યાં સર્વ પ્રકારની સુખ-સાહ્યબી, વૈભવાદિ મળે છે. સુકત પુણ્ય પ્રતાપે તે પમો છે. જ્યારે અન્ય વિષય-કષાયાદિ સેવી દેવો પાપના ભાગીદાર હોઈ ‘ક્ષીણે પુછ્યું મર્ત્યલોક વિશન્તિ.'
વૈમાનિક દેવલોકમાં ૧૨ કલ્પોપન્ન તથા ઉપરના ૧૪ કલ્પાતીત દેવોમાં જેમ જેમ ઉ૫૨-ઉ૫૨ જઈએ તેમ તેમ આયુષ્ય, પ્રભાવ, સુખનું પ્રમાણ, શરીર, વસ્ત્ર, આભૂષણાદિ, શોભા, લેશ્યા, પરિણામોની શુભાશુભ તરતમતા, ઈન્દ્રિય સુખ-ભોગો, અવધિજ્ઞાનનું પ્રમાણ વધતું ચઢતું જણાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org