________________
૧૫૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ અનુસાર ઉદ્યમવંત રહે તેવો જીવ પડવાઈ ન થાય તો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ ૧૫મા ભવે મોક્ષે જાય. અવિરતિ સમ્યગુદૃષ્ટિ આત્માના બે ઉદાહરણો જોઇએ. એક છે મહારાજા શ્રેણિક અને બીજા છે કૃષ્ણ. શ્રેણિક રાજા અનાથ મુનિના સંપર્કમાં આવ્યા પછી સમકિતી બન્યા. જ્યારે ભદ્રમાતાનો સુપુત્ર ધન્ના સાર્થવાહ દીક્ષા લેવા તત્પર થયા ત્યારે શ્રેણિક ભદ્રામાતાને જણાવે છે કે દીક્ષા મહોત્સવનો સર્વ કારભાર મારા શિરે. પોતે દીક્ષા લઈ શક્યા ન હતા છતાં પણ બીજાને પ્રોત્સાહિત કરવામાં જરા પણ આઘુંપાછું કર્યું નથી. પોતે તે પ્રસંગોચિત છડીધર બન્યા હતા. બીજું તેઓ નગરના શ્રેષ્ઠ ધનાઢ્ય શેઠિયાઓ સાથે ત્રિકાળ પ્રભુ પૂજા કરતા અને દરરોજ નીતનવીન સોનાના જવારાથી સાથિયો કરતા હતા. આયુષ્યનો બંધ પડી જવાથી અત્યારે નરકમાં છે પરંતુ આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. (એમની પ્રતિમા જે ઉદયપુરમાં છે તેની અત્યારે પણ પૂજાદિ કરાય છે.)
તેવી રીતે શ્રીકણે જે જે વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થાય તેમનો સઘળો ખર્ચ પોતે ઉપાડવાનું આહ્વાન આપ્યું હતું. દીકરીને પણ તે માર્ગે જવા ઉદ્ધોધન કર્યું હતું. તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. એટલે તેઓ પણ આવતી ચોવીસીમાં બારમા અમમસ્વામી તરીકે તીર્થકર થશે.
શ્રેણિક રાજાએ હરણીને મારી જે અપૂર્વ આનંદ અભિવ્યક્ત કર્યો હતો તેથી તેઓ નરકગામી થયા.
પ્રમત્ત સંયતિ ગુણસ્થાનકમાં પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ચતુષ્કોણનો ક્ષયોપશમાદિ કરી સાધુ બને; પરંતુ દષ્ટિ, ભાષા, કષાય અને ભાવચપલ હોવાથી આ ચારે ચપળતાને લીધે પ્રમાદી રહે, શુદ્ધ સાધુવ્રતનું પાલન ન થઈ શકે. તે જીવ ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ ૧૫મા ભવે મોક્ષે જાય.
સાતમા અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનકે મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદ વગર શુદ્ધ સંયમનું પાલન કરે તો જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજા ભવે મોક્ષગામી થાય. તેમને મન:પર્યાવજ્ઞાન થઈ શકે છે, કારણ કે તે જ્ઞાન મનુષ્યગતિમાં અપ્રમત્ત સાધુને જ થાય છે. પરંતુ અવધિજ્ઞાન જે ચારે ગતિવાળાને થાય છે તેના બે પ્રકારો છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. પ્રથમ પ્રકાર દેવ અને નારકીને હોય છે જ્યારે લબ્ધિપ્રત્યય મનુષ્ય અને તિર્યંચને ક્ષયોપશમથી થાય છે. અવધિજ્ઞાન અનુગામી, અનાનુગામી, હીયમાન અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org