________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે
૧૫૧
પડિવાઈ જે ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનથી મનઃપર્યયવજ્ઞાનનું ક્ષેત્ર થોડું છે. પરંતુ વિશુદ્ધતા અધિક છે. અવધિજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ જેટલું તથા અધિક પણ ક્ષેત્ર હોઈ શકે છે; જ્યારે મનઃપર્યવજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ જ હોઈ શકે છે. પરંતુ જે રૂપી સૂક્ષ્મ પર્યાયોને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મનઃપર્યવજ્ઞાની જાણી શકે છે. જે સાતમા ગુણસ્થાને રહેલા અપ્રમત્ત સાધુને જ થઈ શકે છે. સર્વ સાધુને પણ નહીં !
નિયટ્ટીબાદર ગુણસ્થાનકે જીવ પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિનો તીવ્રપણે ક્ષયોપશમ કરે છે. અહીં બે શ્રેણિની શરૂઆત થાય છે. અત્રે પૂર્વે નહીં કરેલું એવું અપૂર્વક૨ણ કરે છે એટલે કે કષાયોની મંદતા કરે છે જેથી અપૂર્વ, (અ+પૂર્વ) પહેલાં નહીં કરેલો એવો શુદ્ધતમ અધ્યવાસ પ્રાપ્ત કરે છે જેનો આનંદ અવર્ણનીય છે. પરંતુ જો પ્રકૃતિઓનો ઉપશમ કરે ત્યારે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત થતાં ૧૧મા ગુણસ્થાનક સુધી ચઢી પાછો પડે છે જે ૩, ૨, ૧ કે નિગોદ સુધી પણ લઈ જાય ! જે જીવ પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરી નવમા, દશમા ગુશસ્થાનકથી ૧૧માનું ઉલ્લંઘન કરી સીધો ૧૨મે ગુણસ્થાનકે પહોંચી તત્કાળ તેરમે ગુણ સ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે.
નવમા અનિયટ્ટીબાદર ગુણસ્થાનકે પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુગુંચ્છા છ નોકષાયો અને સંજવલન ત્રિક (ક્રોધ, માન, માયા) તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપશમાવે કે ખપાવે તે અવેદી અને સરલ સ્વભાવી જીવ તે જ ભવે અથવા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે પૂર્વોક્ત ૨૭ પ્રકૃતિ અને સંજવલન લોભ એ ૨૮ પ્રકૃતિ ઉપશમાવે તો ઉપશમ શ્રેણિ કરે અને ખપાવે તો ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તેવો જીવ અવ્યામોહ, અવિભ્રમ, શાંત સ્વરૂપી જઘન્ય તે જ ભવે અથવા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પામે.
અગિયારમા ઉપશાંત મોહનીય ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ઉપશમાવે તો ઉપશમ શ્રેણિ; ખપાવે તો ક્ષપક શ્રેણિ. જે જીવ તે પ્રકૃતિઓ ઉપશમાવે તેને યથાખ્યાતચારિત્ર હોય છે. જો તે અહીં કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઊપજે ત્યાંથી એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જાય. પરંતુ ઉપશમાવેલા સંજવલન લોભનો ઉદય થાય એટલે કે વાયુથી રાખ ઊડે અને ભારેલો અગ્નિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org