________________
૧૫૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ જેમ પ્રજ્વલિત થતાં સળગે તેમ પાછો પડી નવમે થઈ ૮મે આવે. ત્યાં સાવધાન થઈ જાય તો ફરી ક્ષપકશ્રેણિ કરી તે જ ભવે મોક્ષે જાય નહીંતર ચોથે આવી કોઈ જીવ સમકિતી રહે તો પણ ત્રીજે ભવે મોક્ષ પ્રાપ્ત કરે. જો કર્મ સંયોગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તો દેશઉણા અર્ધપુદ્ગલપરાવર્તે મોક્ષ પામે.
૧૨મું ક્ષીણ મોહનીય ગુણસ્થાનક મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ખપાવી હોવાથી અત્રે ૨૧ ગુણ પ્રગટે છે, જે પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૫ અંતરાય કર્મની એમ કુલ ૧૯ પ્રકૃતિ ખપાવે છે અને તરત જ ૧૩મું ગુણસ્થાનક જે સયોગ કેવળી ગુણસ્થાનક તરીકે ઓળખાય છે તે મેળવે છે. અત્રે ફલિત થાય છે કે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકથી પ્રારંભી ૧૧માં ગુણસ્થાનક સુધીમાં જે કાર્ય જીવે કરવાનું છે તે મિથ્યાત્વને ધીરે ધીરે તિલાંજલિ આપી ક્રમિક રીતે આત્મગુણોને વિકસાવવાના છે. જેથી આત્માના મૂળ ગુણો ૮ કર્મોથી આવરિત થયેલાં છે તે વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય, દર્શનીય બને જેમકે વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાઓ જેમ જેમ ખસતાં જાય તેમ તેમ તે વધારે ને વધારે પ્રકાશિત થતો રહે. આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સંપન્ન, સંયોગી, અશરીરી, સલેશી, શુકલલેશી, યથાખ્યાત ચારિત્રધારી, ક્ષાયિક સમ્યકત્વી, પંડિત વીર્યવંત, શુકલધ્યાન યુક્ત હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત; ઉત્કૃષ્ટ દેશઉણા (૯ વર્ષ ઊણું) પૂર્વ ક્રિોડ સુધી રહી પછી ૧૪મું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
આ જીવ શુકલધ્યાનના ચોથા પાયાનો ધ્યાતા, સમુચ્છિન્ન ક્રિયા અનંતર અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ મન, વચન અને કાયા એ ત્રણે યોગોનો નિગ્રહ કરી શ્વાસોશ્વાસનું રૂંધન કરી અયોગી કેવળી થઈ રૂપાતીત સિદ્ધ સ્વરૂપી આત્માના અનુભવમાં લીન થઈ શૈલેશી મેરૂપર્વત સમાન નિશ્ચલ રહી બાકીના રહેલાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તેજસ, કાર્મણ અને દારિક ત્રણે શરીર ત્યજી જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થતાં ઉછળે તેમ કર્મબંધનોથી જકડાયેલો જીવ મુક્તિ તરફ ગમન કરે છે. અગ્નિજ્વાળા જેમ ઉર્ધ્વગામી હોય છે તેમ નિષ્કર્મી જીવનો ઉર્ધ્વગામી સ્વભાવ પ્રમાણે સમશ્રેણિ, જુગતિ અન્ય આકાશ પ્રદેશનું અવગાહન કર્યા વગર વિગ્રહગતિએ એક જ સમયમાં મોક્ષસ્થાને પહોંચી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખનો સ્વામી બને છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org