________________
૧૩૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ તો દડાકો પાકે. મોહનીય કર્મના મુખ્ય ચાર સ્તંભ તે (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) કષાય મોહનીય, (૩) નોકષાય મોહનીય અને (૪) વેદમોહનીય. મિથ્યાત્વ મોહનીય કર્મતી આત્માની શુદ્ધ શ્રદ્ધા, સમ્યગ્દર્શન ઢંકાઈ જવાથી રાગ-દ્વેષરૂપ કષાયોની પ્રવૃત્તિ થાય છે. શાંતિ, સંતોષ, ક્ષમા, નમ્રતા, ઋજુતા, સરળતાદિ ગુણો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો વડે નાશ થાય છે. માટે સાધનાનું લક્ષ તથા હેતુ આવરણો દૂર કરવાનો અને ગુણો પ્રગટ કરવાનો છે. તે માટે અશુદ્ધિ દૂર કરવી રહી અને આત્માના ગુણો પ્રગટ કરવા એ જ સાધનાની ચાવી છે. તે માટે ૧૪ ગુણસ્થાનો પર ક્રમિક ચઢતાં જ રહેવું નિતાન્ત આવશ્યક છે.
મોહનીય કર્મની વધારે પ્રવૃત્તિથી અન્ય સર્વ કર્મોનો બંધ થાય છે, જે કર્મો પણ ગાઢ અને ભારે બંધાય છે. પૂ. વીરવિજયજીએ મોહનીય કર્મની પૂજાની ઢાળમાં દુહાઓ દ્વારા તે પ્રતિપાદિત કર્યું છે.
આત્મા અને કર્મ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આત્મા પોતે રાજા છે, સંતોષરૂપી મુખ્યમંત્રી છે. સમકિતરૂપી માંગલિક તે સરસેનાપતિ છે. પાંચ મહાવ્રતો રૂપ પાંચ મહાસામંતો તેની સાથે રહે છે. માર્દવરૂપી હાથી સાથે ચાલે છે. ચરણ-ચિત્તરી અને કરણચિત્તરીની પાયદળ છે. સેનામાં વ્રત, નિયમ, તપ, પચ્ચકખાણ, તપશ્ચર્યા, જપ, ધ્યાનાદિની સેવા ઘણી વિશાળ છે. તેનો સેનાની શ્રુતબોધ છે. જીવરાજા ૧૮ હજાર શીલાંગ રથ પર આરૂઢ થઇને ચારિત્ર યુદ્ધના મેદાનમાં મોહરાજા સાથે લડાઈ આદરે છે. બંને વચ્ચે અધ્યવસાયરૂપી બાણોની વર્ષા થાય છે. વારાફરતી બંનેની હારજીત થતી રહે છે. મોહરાજાના ૧૩ કાઠીયાઓ પણ ખૂબ પ્રબળ હોય છે. જો આત્મા પુરુષાર્થથી લડે તે જીતી શકે છે. મોહપાશમાંથી છૂટી જઈ કેવળજ્ઞાનાદિ પામી સદાને માટે મોક્ષે જઈ શકે છે. તે જીત થવા માટે મહાપુરૂષોએ અધ્યાત્મનો માર્ગ અને સાધના બતાવી છે.
અત્ર યુદ્ધના મેદાનમાં આત્મા અને કર્મ બે પ્રતિકતી અને પ્રતિસ્પર્ધી છે. અનંતકાળથી ચાલતા આ યુદ્ધ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે “કથંવિ બલિઓ કમો કવૈવિ બલિઓ આપ્યાં. જ્યારે કર્મ બળવાન બને છે ત્યારે આત્માને પાડી ચિત્ત કરે છે, પરંતુ જ્યારે આત્મા બળવાન, પ્રબળ, શક્તિશાળી, સામર્થ્યવાળો બને છે ત્યારે કર્મો સમાપ્ત કરી કર્મપાસમાંથી મુક્ત થઈ સદાને માટે ધરમધામ, અંતિમ લક્ષ મોક્ષ પામે છે. પરંતુ કર્મોનો ચૂરો, નાશ ન કરતાં માત્ર આંશિક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org