________________
સર્વાર્થસિદ્ધ વિમાન
જેનોના ૪૫ આગમોમાં નવમું આગમ તે “અમુત્તરોવવાઈય-દસાઓ' (અનુત્તરોપપાતિકદસાંગ) છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, ત્રણ વર્ગ, દશ, ઉદ્દેશા, દશ સમુદ્શા છે. અણુત્તરો એટલે અનુત્તર, જેનાથી ચડિયાતા બીજા કોઈ દેવ નથી. ઉવવાઈય=ઉપપાતિક, દેવોના જન્મને ઉપપાત જન્મ કહેવાય છે, કારણ કે તેઓ મનુષ્યની જેમ માતાની કુખે જન્મતા નથી. ૧૬ વર્ષના સુંદર યુવાનની જેમ દેવશયામાં જન્મે છે તે ઉપપાત. જન્મ જેના અનુત્તર વિમાનમાં થાય છે તે પાંચ વિમાન-વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે. દેવલોકના અગ્રે-ટોચે આ પાંચે રહેલાં છે. તેમાં પણ સર્વાર્થસિદ્ધ વિમાન તો મુક્તિશિલાથી બાર યોજન જ દૂર છે. તેમાં ઉત્પન્ન થયેલાં જીવો નિયમા એક અવાતારી હોય છે. એક અવતાર કરી અવશ્ય તેઓ મોક્ષે સિધાવે છે. તેવા એકાવતારી મહાપુણ્યશાળી જીવોનો એમાં અધિકાર હોવાથી તેને અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર કહે છે.
ચાર પ્રકારના દેવ જાતિમાં વૈમાનિક દેવનિકાય સર્વથી મોટી નિકાય-જાતિ છે. જે સારી, ઉત્તમ કક્ષાની છે. તેઓની જાતિ ચૌદ રાજલોકની સમસ્ત જીવસૃષ્ટિમાં ઊંચામાં ઊંચી તથા સારામાં સારી ઉત્કૃષ્ટ સુખાદિની જાતિ ગણાય
જ્યાં નાના મોટાની મર્યાદા છે તેને કહ્યું કહેવાય છે. અન્ય રીતે વિચારતાં જ્યાં ઈન્દ્રાદિ દસ પ્રકારની દવવ્યવસ્થાની કલ્પના કરવામાં આવી છે તેને પણ કલ્પ કહેવાય છે. આ “કલ્પ'માં જે ઉત્પન્ન થાય તેને કલ્પોપન્ન કહે છે. તે કલ્પ ૧ ૨ (બાર) છે, જેના ૨૪ પ્રકારો છે. જ્યાં નાના મોટાનો વ્યવહાર નથી, જ્યાં ઈન્દ્ર સામાનિક આદિ દશ પ્રકારની કોઈ વ્યવસ્થા કે મર્યાદા નથી, તેને કલ્પથી અતીત એટલે કલ્પાતીત દેવલોક કહે છે. આવા કલ્પાતીત દેવ ચૌદ પ્રકારના છે. ૯ રૈવેયક અને પાંચ અનુત્તર. કલ્પોન્નના ૧૨ વૈમાનિક દેવલોકમાં બીજા ૧ર પ્રકારના દેવો રહે છે જેમાં ૯ લોકાન્તિક દેવો તથા ૩ કિલ્બિષકો છે. ૧૨ દેવલોકમાં જે પાંચમો બ્રહ્મલોક છે તે દિશામાં લોકના અંત ભાગ સુધી રહેનારા દેવો લોકાન્તિક દેવો કહેવાય છે.
બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકને અંતે ચાર દિશામાં ચાર અને ચાર વિદિશામાં ચાર અને મધ્યમાં ૧ એમ ૯ વિમાનો છે. તેમાં જન્મનારા, રહેનારા,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org