________________
રૂઢિબલીયાસી
૧૩૯ કદાપિ થયું ન હતું તેવો પ્રાપ્તિનો ભાવ થાય છે, અપૂર્વ એટલે પહેલાં ક્યારેય પણ થયો ન હતો તેવો ભાવ. અપૂર્વ એટલે પરમ, આહ્લાદકારી આનંદમય પરિણામ તે અપૂર્વ-કરણ.
૧૧મા ઉપશાંત ગુણસ્થાને ચારિત્ર મોહનીયનો ઉદયે જીવ નીચે પડે તો ઠેઠ પહેલા મિથ્યાત્વગુણો પહોંચી જાય.
કર્મક્ષયનું લક્ષ રાખી સાધના કરે તો ૮મેથી પકક્ષેણી આરંભ કર્મ ખપાવતો આગળ ને આગળ જ કૂચ ર્યા કરે. દરેક પગથિયે મોહનીયને નષ્ટ કરતો, ક્ષય કરતો, ખપાવતો આગળ વધતાં એક એવી સ્થિતિએ પામે કે જ્યાં બાકીનાં કર્મોનો આપોઆપ નાશ થઈ જાય છે. જેવી રીતે સમરાંગણમાં મુખ્ય સેનાપતિ, પ્રધાનાદિ કેદ થતાં બાકીનું સૈન્ય હાર સ્વીકારે છે તેમ સર્વ પાપનો બાપ મોહનીય સપડાતાં અન્ય સાગરિતો ક્ષય થતાં રહે છે.
આથી આધ્યાત્મિક ક્ષેત્રે આત્માનું મુખ્ય લક્ષ વીતરાગતા પ્રાપ્ત કરવાનું છે જેનો પ્રારંભ મોહ નષ્ટ થતાં આત્મગુણ વીતરાગતા પ્રગટ થઈ જશે જે બારમાં ગુણસ્થાને સંપૂર્ણ પ્રગટે છે. હવે કોઈ પણ રાગદ્વેષને અવકાશ રહેતાં નથી. રાગ ગયો તેથી વીતરાગ, અને વેષ ગયો તેથી વીતષઃ સર્વ રીતે જીવ રાગ-દ્વેષ વગરનો બને છે.
કર્મ ખપાવવા અહીં વિવિધ પગથિયા દર્શાવ્યા છે તે પ્રાપ્ત કરી લક્ષને સાધીએ તેવી અભિલાષા. હનુમાન કૂદકાની જેમ અત્યાર સુધી જે ચર્ચા, વિચારણા, આલોચના, મીમાંસા કરી છે તેના નિષ્કર્ષ રૂપે આટલો સાર નીકળે છે કે ધાર્મિક ક્રિયાકલાપો, વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ધ્યાન, સમાધિ, આવશ્યક ક્રિયાઓ જેવી કે સામાયિક, પ્રતિક્રમણાદિ સાર્થક, ફળદાયી બનાવવા હોય તો ભાવનાનું રસસિંચન અત્યાવશ્યક છે. તેથી જ કલ્યાણ મંદિરમાં કહ્યું છે કે –
યસ્માત, ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવ શૂન્યાઃ | વળી કહ્યું છે કેભાવે ભાવના ભાવિએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ ભાવે કેવળજ્ઞાન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org