________________
૧ ૩૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ મહા અનર્થ થયો, ઘણું નુકશાન થતું રહ્યું. તેથી ત્યારે ગતિમાં પરિભ્રમણ પછી જે માનવ જન્મ મેળવ્યો અને તેમાં પણ આર્યકુળ, આર્યક્ષેત્ર, જિનધર્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રવણેચ્છા, ધર્મશ્રદ્ધા, ધર્મનું આચરણ જે અત્યંત દુર્લભ હોઈ અહીં હવે જબરદસ્ત નિર્જરા કરી મહામૂલા મનુષ્યજન્મને સાર્થક કરવો રહ્યો.
મોહ કે મોહનીય કર્મને નષ્ટ કરવા ગુણશ્રેણિ ૧૪ પગથિયાની છે જે શ્રેણિ પર ચઢતાં ક્રમે ક્રમે આત્માના ગુણોનો ચરમોત્કર્ષ ગુણો વિકાસ પામે ત્યારે છેલ્લે પગથિયે પગલું પાડી શકાય. જેમ જેમ મોહ ઘટતો જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો થતો આગળ ને આગળ કદમ માંડતો જાય. તે પહેલાં અશુદ્ધ, ભાવ અશુદ્ધ અવસ્થામાંથી પોતાના દોષો, કર્મના મેલને, અશુદ્ધિ વગેરે નષ્ટ કરતો ધીરે ધીરે આત્મા શુદ્ધગુણો વિકસિત કરતો જાય, શુદ્ધ ગુણને પ્રગટ કરતો જાય છે. તેથી ક્રમે ક્રમે નિસરણી ઉપર વિકાસ સાધતો પોતાના આંતરિક ગુણો, મૂળભૂત આત્મગુણો પ્રગટાવે છે. તેથી તેને “ગુણસ્થાન', “ગુણઠાણ' કહે છે. એક પછી એક ગુણસ્થાન આત્માએ ચઢવાનું હોવાથી તેને “ગુણસ્થાન ક્રમારોહ' કહેવાય છે. ચઢતાં ચઢતાં એવો ચઢી જાય કે છેલ્લો છેડો, અંત મોક્ષ કહેવાય છે, પ્રથમ છ શ્રેણિમાં મોહનીય કર્મ ઓછું ને ઓછું કરવાનું છે, જ્યારે સાતથી આગળનાં બધાં ગુણસ્થાનોમાં ધ્યાનની પ્રધાનતા છે. પ્રકૃષ્ટ પુરુષાર્થ કરી ધ્યાન સાધનાથી કર્મો ખપાવતાં નિર્જરા કરતાં આગળ ને આગળ ધપવાનું છે જેથી છેલ્લું પગથિયું ૧૪મું ગુણસ્થાને આરોહણ કરી હંમેશને માટે શુદ્ધ બુદ્ધ મુક્ત થઈ સદાને માટે સિદ્ધશિલાએ વસીએ. મોહને તિલાંજલિ આપી નિર્જરા કરતાં કરતાં કર્મોનો કચ્ચરઘાણ કાઢી નાકી ગુણસ્થાનકના ૧૪ પગથિયા ઝડપભેર ચઢી તથા ભવ્યત્વનો પરિપાક જલ્દી થાય તે હેતુથી સમાધિ, ધ્યાન, સમકિત પામી શિવસુખના સ્વામી થઈ મનુષ્યજન્મ સાર્થક કરીએ. તે માટે કર્મનો ક્ષય કરવો જોઇએ જે સકામ નિર્જરાથી વધુ થાય છે, ધ્યાન માટે કહ્યું છે કે ધ્યાનાગ્નિના દહ્યતે કર્મ'. અને વળી જે નિર્જરા વર્ષોથી થતી હતી તે જ્ઞાની–ધ્યાની આત્મા શ્વાસોશ્વાસમાં કરે છે, જે માટે લખ્યું છે કે :
“બહુ ક્રોડો વર્ષે ખપે, કર્મ અજ્ઞાને જેહ | જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ કપાવે તેહ.'
આત્માના ગુણોનો વિકાસ કરવામાં આઠમા ગુણસ્થાને આત્માના અપૂર્વગુણની પ્રાપ્તિ હોવાથી અપૂર્વકરણ નામ પડ્યું છે. અહીં આત્માને અપૂર્વ જે પહેલાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org