________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
સંઘયતુર્વિધો લોકે સકારા પંચ દુર્લભાઃ ।।
શ્રી મહાવીરસ્વામીના સ્તવનમાં (ગિરૂઆરે ગુણ તુમ તણા) શ્રી યશોવિજયજી કહે છેઃ
૧૩૬
વાચક જરા કહે માહરો તું જીવ જીવન આધારો રે.
તેથી પ્રભુદર્શન અને પ્રભુની શ્રદ્ધાપૂર્વક સાચી ભક્તિ મોક્ષ માટેનો અનુકૂળ અને અદ્વિતીય માર્ગ છે.
પ્રભુદર્શનનું મહત્ત્વ, ગૌરવ તથા ઉપયોગિતા સુંદર રીતે રજૂ કરાઈ છે, જેમ
કેઃ
છે પ્રતિમા મનોહારિણી દુ:ખહરી (સુખકરી) શ્રી વીરજિનંદની આ પ્રતિમાના ગુણ ભાવ ધ૨ીને જે માણસો ગાય છેઃ
પામી સુઘળાં સુખ તે જગતના મુક્તિ ભણી જાય છે.
છેક મુક્તિ સુધીનું અવર્ણનીય સુખ આપનારી પ્રભુપ્રતિમાનું ગૌરવ અહીં લિપિબદ્ધ કરાયું છે.
આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા ઉત્તરોત્તર સારભૂત આ જગતમાં શું છે તે જણાવતાં ફરમાવે છે કે આ સમસ્ત લોકમાં એકમોવ, અદ્વિતીય તત્ત્વ તે ધર્મ છે. ધર્મમાં પણ વિશિષ્ટ રીતે સમ્યગજ્ઞાનપ્રાપ્તિને સારભૂત કહી છે. ધર્મમાં મળતા જ્ઞાનનો સાર ચારિત્રગણાવ્યો છે. તેથી ક્રમિક રીતે લોકમાં સારભૂત ધર્મ, તેનો સાર જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાનનો સાર સંયમ. છેવટે સંયમ સાધનાનો અક્ર છે, તે માટે આ શ્લોક છેઃ
લોગસ્સ સારો ધમ્મો ધમ્મ વિ ય નાણસારિયું બિતિ ।
નાણસ્સ સંજયંસારું સંજમ સારં ચ નિવ્વાણમ્ ।।
વળી આત્મા છે, તે નિત્ય છે, કર્મ છે, તેની કર્તા-ભોકતા છે, મોક્ષ છે, તે મેળવવાનો ઉપાય છે. આ વિષેના ચિંતન-મનનમાં આત્મા, કર્મ અને મોક્ષને સ્થાન અપાયું છે. તેથી ખાતરી થઈ જાય છે કે મોક્ષ ચોક્કસ છે, તે મેળવવાનો ઉપાય-માર્ગ પણ સુનિશ્ચિત છે જે જાણવાથી મોક્ષ મેળવવા માટે આત્મા દઢીભૂત થઇને રહે. આત્માનું ખરું ઘર, સ્થાન, રહેઠાણ કયું છે તેનો ખ્યાલ થતાં મનુષ્યજીવનનું સાર્થક્ય તે માટેની ઉત્સુકતા, જિજ્ઞાસા, જાગૃકતા થતાં માર્ગનું આલંબન સહજ બનીને રહેશે.
અત્યાર સુધી મનુષ્યજન્મ પામી, ધર્મનો સહારો લઈ જે મહાનુભાવોએ તેને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org