________________
રૂઢિબલીયસી
૧ ૩૫ (દ્રવ્ય નિર્જરા) કર્યા કરે તો આશ્રવ-બંધની પ્રવૃત્તિથી ફરીથી કર્મોનું આવાગમન, બંધન ચાલુ થઈ જાય. જે પ્રક્રિયા અનાદિકાળથી જીવ કર્યા જ કરે છે. થોડીક નિર્જરા કરવાથી ફરીથી વિષય, કષાયાદિથી કર્મો બંધાય અને ઉદયમાં આવેલાં કર્મોનો વિપાક, પરિણામ ભોગવવાં પડે છે. અકામ નિર્જરા કરનારાં પમ આંશિક નિર્જરા કરે છે; અને સકામ નિર્જરા કરનારા પણ આંશિક નિર્જરા કરે છે. જ્યારે સર્વાસમાં સંપૂર્ણ સમૂલ કર્મક્ષય થઈ જાય ત્યારે આત્મા કર્મપાસમાંથી સર્વથા મુક્ત થઈ જશે. એ તેનો વાસ્તવિક ખરેખરો મોક્ષ છે. નવ તત્ત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષમાં મોક્ષ માટે ધજા ફરકાવનાર તત્ત્વ જે આઠમું છે તે મોક્ષ માટેનું આગવું શ્રેષ્ઠ સ્ટેશન છે.
આજ સુધી આત્માએ એવી પ્રબળ, પ્રકૃષ્ટ શક્તિનો ઉપયોગ કર્યો નથી તેથી ક્રમો બલિષ્ઠ રહ્યાં. ખરેખર તો મૂળભૂત ૮ કર્મો અને તેની ૧૫૮ પ્રકૃતિઓની સેના બલિષ્ઠ હોવા છતાં પણ આત્મા નિર્બળ કમજોર રહી પરાજિત થતો ગયો. કિંકર્તવ્યમૂઢ બની દબાઇને ચૂપ રહ્યો, તેથી કર્મો આત્મા પર ચડી બેઠાં, ગળું દબાવી દીધું. કર્મો જડ છે, પદગલિક છે, પરમાણુરૂપ છે. જ્યારે આત્મા આમ સમજશે કે હું ચેતનાશક્તિ, જ્ઞાનાદિ ગુણવાન છું; અનંત શક્તિ, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધ સુખે સુખી છું. પુગલો, નાશવંત, ક્ષણિક છે, જડ છે, તાકાત વગરનાં છે કે તે મને પરેશાન કરે. આજદિન સુધી હું અંધારામાં અથડાતો, કૂટાતો રહ્યો, પરંતુ હવે હું અનંત જ્ઞાન-દર્શનાદિ શક્તિનો સ્વામી છું. જડ નાસવંત, ક્ષણિક શું મને પરેશાન કરી શકે ? તે મારા શત્રુ છે, મિત્રો નથી. અત્યાર સુધી વિષય-કષાય, રાગ-દ્વેષ, મોહાદિથી ઝૂક્યો. હવે સાવદાન, સાવચેત થઈ એવો પ્રબળ, પ્રચંડ પુરુષાર્થ કરવો છે કે જેથી એમના પાશમાંથી, બંધનમાંથી છૂટી, મુક્ત થી પરમધામ, અંતિમ લક્ષ્ય મોક્ષમાં પહોંચી જાઉં. યા હોમ કરીને કર્મની સામે યુદ્ધના મેદાનમાં ઝુકાવે તો જરૂર પૂર્ણ વિજય હાંસલ કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે.
આપણને શું મળ્યું છે તે વિચારી. પાંચ સકારો મળવા દુર્લભ છે જેવા કે (૧) સારી સંપત્તિ-સદ્ધવ્ય, (૨) સારા કુળમાં જન્મ, (૩) સિદ્ધક્ષેત્રનાં દર્શન (કહે છે કે અભવી જીવ તે ન કરી શકે, જેનાથી ભવી કે અભવીનો નિર્ણય કરી શકાય છે.) (૪) સમાધિ અને (૫) ચતુર્વિધ સંઘની પ્રાપ્તિ. કહ્યું છે કેઃ સદ્ધવ્ય સલ્ફળ જન્મ સિદ્ધક્ષેત્ર સમાધયઃ |
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org