________________
રૂઢિબલીયસી
૧ ૨૫ ઉપાશકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુના પરમ ઉપાસક ૧૦ શ્રેષ્ઠ શ્રાવકનું વર્ણન છે. આનંદશ્રાવક જ્યારે નિઃસ્પૃહી નિષ્પરિગ્રહી બાર વ્રત ધારકને ૧૪ વર્ષની અનુપમ સાધના કરતાં કરતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન અને અવધિદર્શન થયાં. યોગાનુયોગે મહાવીરસ્વામીના આદ્ય ગુણધર અનંતલબ્ધિ નિધાનને વંદના કરતાં વિનંતી કરી કે સંસારક (સંથારા)ની બહારની ભૂમિનો ત્યાગ કર્યો હોવાથી બહાર પગ મૂકી શકું તેમ નથી, તો નજીક આવો તો ચરણસ્પર્શી શકું. આપની અસીમ કૃપાથી મને અવધિજ્ઞાન અવધિદર્શન પ્રાપ્ત થયું છે. ગૌતમે કહ્યું કે શ્રાવકને આવું જ્ઞાન ન થઈ શકે તેથી મૃષાવચનનું મિચ્છામિ દુક્કડં. શ્રાવકે કહ્યું કે શું સત્ય વચનનું પણ મિચ્છામિ દુક્કડ આપવામાં આવે છે ? ગોતમે સમવસરણમાં પહોંચી ભગવાને ખુલાસો કર્યો ત્યારે અગાધ સરળતાથી કહ્યું કે તમારું કહેવું સારું છે.
એક મુનિવર પોતાની પ્રતિલેખન (પડેલેહણ)ની ક્રિયા કરી કાજો (કચરો) કાઢી ઇરિયાવહી કરતાં ભાવની વિશુદ્ધિથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ્યું પરંતુ જ્યારે સ્વર્ગાધિપતિ સોધર્મેન્દ્ર પોતાની પ્રિયતમા ઈન્દ્રાણીને વિનંતી કરતો જોઈ કાયોત્સર્ગમાં મુનિને હસવું આવી ગયું અને હાસ્ય મોહનીય કર્મને લીધે અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે નષ્ટ થઈ ગયું
કલ્પાતીત દેવલોકના અનુત્તર સ્વર્ગ અને સવાર્થસિદ્ધ વિમાનના દેવો આયુષ્યભર ૩૬ સાગરોપમ શાસ્ત્રીય વિષયોના ચિંતન, મનન, નિદિધ્યાસનમાં મગ્ન તલ્લીન થઈ અભુત જ્ઞાનોપસના કરે છે. અભયકુમાર ૩૬ સાગરોપમ સુધી પાંચમાં અનુત્તર સર્વાર્થસિદ્ધ વિમાનમાં આરાધના કરનારા છે.
સામાયિક, રાઈ દેવસિ પ્રતિક્રમણ કરતાં આપણે પુણ્યાનુબંધી પુણ્ય સંપાદિત કરાવનાર ઇરિયાવહી પડિક્કમિથે છીએ; પરંતુ બાળસુલભ ચેષ્ટા કરનાર અઈમુત્ત બાળમુનિ પાણીમાં થોડી તરાવતાં જે અપકાય જીવની વિરાધના કરી તે ધ્યાન પર લેવડાવતાં તે એવી તલ્લીનતા એકાગ્રતાથી પડિક્કમી કે આત્મકલ્યાણ સાધી લીધું.
સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં કુટુંબીજનોનો ત્યાગ કરી ૧૨ વર્ષ રહ્યા અને જ્યારે નાનાભાઇએ રક્તરંગી નાગી તલવાર હાથમાં લઈ પિતાનું માથું વાઢી નાંખ્યું તે જાણ્યું ત્યારે રાજાને માત્ર આલોચવાનું કહી, લોચ કરી ધર્મલાભ કરતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org