________________
૧૩૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ શકે કે જેઓ ચરમ-પુદગલપરાવર્તકાળમાં પ્રવેશી ચૂક્યા હોય. ૮૪ હજાર વર્ષોથી આ સમય ઘણો ઘણો મોટો છે. માર્ગાનુસારી, માર્ગપતિત, માર્ગાનુરૂઢ જીવો, જાણવું, માનવું અને આચરવું સરળ રીતે સમજી પ્રગતિ કરી શકે તેમ છે. તે માટે ધર્મ ઘણો કરી નાખ્યો તેમ માની સંતો, ન કરતાં ધર્મમાં અસંતો, તથા પોદ્ગલિક સંપત્તિ ઘણી વિશાળ અને વિસ્તૃત હોવા છતાં પણ અહીં અસંતોષ ધરાવવાના બદલે સંતોષ રખાય તો બાજી જીતી જવાની પૂરી શક્યતા છે. તે માટે બે પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. શુભ અને અશુભ. સંસારના વૈષયિક, ભૌતિક અને પૌલિક સુખોમાં સ્વર્ગનું સુખ પામવું તે માટેની સર્વપ્રવૃત્તિઓ અશુભ જ રહેવાની. આવી અશુભ પ્રવૃત્તિઓ ન થાય તે માટે જાગરૂકતા ઘણી આવશ્યક છે. તે પ્રમાદવશ થઈ જાય એટલા માટે ભગવતી સૂત્રમાં વારંવાર ભગવાન મહાવીરે ચાર જ્ઞાનના ધારક ગૌતમસ્વામીને ટોક્યા છે કે “સમય ગોચમ મા પમાઅએ.”
એકવાર સમવસરણમાં બેઠેલા મહાવીરસ્વામીને જયન્તી શ્રાવિકાએ પ્રશ્ન કર્યોઃ “હે કૃપાનાથ ! આ સંસારમાં કોનું સૂતા રહેવું સારું અને કોનું જાગવું સારું ?' ઉત્તરમાં ભગવાને કહ્યું: “જાગરિયા ધમિણે અધમિણે તુ સુત્તયા ગયા. ધર્મીનું જાગવું સારું અને અધર્મીનું સૂતા રહેવું સારું. ધર્મ જાગતો રહેશે તો પાપ નહીં કરે, જ્યારે અધર્મી જો જાગતો રહેશે તો પાપ કરશે. માટે પ્રમાદવશ નિદ્રા પણ નકામી છે. ૧૪ પૂર્વધર મુનિને લબ્ધિવશ પૂર્વોનું અનુશીલન કરવું જ રહ્યું. જો તેમાં પ્રમાદવશ ચૂકે તો મૃત્યુ પછી દુર્ગતિ એટલે કે નિગોદમાં કદાચ જવું પડે. પ્રથમવાર કોઈ આત્મા સિદ્ધ થયા તેથી તે અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં મૂકાયો. હવે તો સ્વપ્રયત્ન જે ઘણો કપરો અને મુશ્કેલ છે તે કરવો રહ્યો.
જ્ઞાનાવરણીય કર્મ હઠતાં જાણવાનું થાય; ત્યારે દર્શનાવરણીય કર્મ હઠતાં સાચું જોઈ શકાય. સમ્યક શ્રદ્ધા થાય. પૂજ્ય વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારની પૂજામાં ૮ કર્મો વિષે ૮ વિભિન્ન ઢાળો લખી છે. દર્શનાવરણીય કર્મ વિષે આમ લખ્યું છેઃ
હે ભગવાન ! આત્મદર્શન ગુણનું આવરણ કરનાર દર્શનાવરણીય કર્મના કારણથી આપનાં દર્શન કરી શક્યો નથી. શાસન પામી શક્યો નથી. નેગમનયાદિરૂપ એકાન્ત દર્શનથી સંસારમાં ભટકતો રહ્યો. માત્ર હાથથી પાણી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org