________________
૧ ૨૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ શુકલધ્યાનના ચાર પાયા પસાર કરી સીધો કૂદકો મારી શેલેશી દશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનના અધિપતિ બની ગયા.
હવે કરવા જેવું આ પ્રમાણે રહે છે. આત્માના દર્શનગુણને ક્રિયામાં પરિવર્તિત કરીને પરમાત્મદર્શન વડે દર્શનગુણ વિશુદ્ધ અને વિકસિત કરવો જોઇએ. દર્શનીય પરમાત્મા છે, દર્શનકર્તા પામરાત્મા છે. બંને આત્મસ્વરૂપે સમાન છે, વિશેષણ માત્ર અંતર કરે છે. આત્માને પરમ અને પામર લાગતાં આ શબ્દો બને છે. પરમ એટલે સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, સર્વોપરિ, સર્વકર્મરહિત, સર્વગુણવિભૂષિત, સર્વજ્ઞ, વીતરાગી તે પરમાત્મા અને આનાથી વિરુદ્ધ ધર્મ હોય તે પામરાત્મા. પામરાત્મા માટે પરમાત્મા ઊંચો આદર્શ છે.
પરમાત્મા તેથી તેને માટે પૂજનીય, દર્શનીય, વંદનીય, ચિંતનીય હોઇ જીવે પૂજક, દર્શક, ચિંતક થઈ ભક્ત બની ભક્તિ કરવી જોઇએ.
જેન કુળોમાં અધ્યાવધિ આ રિવાજ ચાલુ છે કે પથારીમાંથી જાગ્યા પછી પહેલું કાર્ય નજકિદનાં દેરાસરમાં જઈ પ્રભુનાં દર્શન કરી કૃતકૃત્યતા અનુભવવી તેણે ભગવાનની ભક્તિ કરવી જોઇએ. તેમાં પ્રભુદર્શન પ્રાથમિક પ્રક્રિયામાં સ્થાન મેળવે છે. ત્યારબાદ પૂજા, ભાવના, ધ્યાનાદિનો ક્રમ છે.
ચક્ષુરિન્ટિના અભાવમાં એકલેન્દ્રિયો, વિકલેનિદ્રિયોનો આત્મા, પ્રભુદર્શન કરી શકતા નથી. તેથી કેટલાંયે જન્મો નરક, તિર્યંચ ગતિમાં પસાર તયા. તેથી ૮૪ લાખ જીવયોનિમાં મનુષ્ય ગતિ અને દેવગતિમાં પરમાત્માદર્શન, પૂજા, ભક્તિ કરી ઇન્દ્રિયોની (મળેલી) સાર્થકતા સિદ્ધ કરવી રહી. દેવો પાંચ કલ્યાણકો તથા નંદીશ્વર દ્વિપમાં જઈ પૂજાદિ કરે છે. પ્રભુ દર્શનથી ભક્ત ધન્યતા અનુભવે છે. આ ભાવને પૂ. યશોવિજયજી મહારાજ ઋષભ જિનસ્તવનમાં આમ કહે છેઃ
ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો ગુણ નીલો જેણે તુજ નયણ દીઠો દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતાં સુકૃત સંચય હુઓ પાપ નીઠો.
આ ગાથામાં પ્રથમ ચરણમાં પ્રભુદર્શન અને અંતિમ ચરણમાં સેવા-પૂજાની વાત લખી છે. દર્શન-પૂજનથી ભક્ત ભગવાનની નિકટ જનારાં છે. વળી દેવચંદ્રજી મહારાજે કહ્યું છેઃ
સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org