________________
રૂઢિર્બલીયસી
૧૧૫
લગભગ શૂન્ય સ્થિતિએ પહોંચી જશે. સમાજનું કલુષિત ચિત્ર દોરવું મિથ્યા છે. જરા વળાંક લઈ આજના સમાજનું ચિત્ર જોઇએ. રાત્રિ ભોજન કરનારાં કેટલાં ? સવારના પથારીમાં ચા પીનારા કેટલાં ? બ્રેડ, બટર, ચીઝ આરોગનારાં કેટલાં ? બટાકા વગેરે કંદમૂળ તથા ઇંડા, માંસ, મદિરા પીનારા કેટલા ? આજના આપણા સમાજના નવજુવાનોમાં છે ? તેમના વડીલો ભવાભિનંદી પુત્રના સંતાનો સાચવવા પરદેશ રહે છે.
સૌ પ્રથમ આ ચાર ખતરનાક આરાઓ (બંને અવસર્પિણી અને ઉત્સર્પિણીના પાંચ-છ આરાઓ) મોક્ષ માટે ભલે આડે આવતા હોય તો પણ શું આપણે માહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સદૈવ ચોથો આરો તથા ૨૦ વિહરમાન, વિદ્યમાન તીર્થંકરો વિચરે છે ત્યાં જવાનો માર્ગ શોધી તેનું આલંબન લેવું પડશે. તે માટે શક્તિ એકત્રિત કરી સુપુરુષાર્થ જ કરવો રહ્યો.
હવે જે કોઈ વ્યક્તિ સમાજની વિવિધ પરિસ્થિતિમાંથી બહાર આવવા માગતી હોય તેણે આ પ્રમાણે કરવું રહ્યું. માની લઇએ કે આવી વ્યક્તિનો ભવ્યત્વનો પરિપાક થયો છે. ટલે કે માર્ગાનુસારી સ્થિતિ વટાવી ચરમપુદ્ગલપરાવર્ત કક્ષાએ આવી ગયા છીએ, એટલે કે પરિત્તસંસારી બન્યા છીએ. તે માટે નીચે જણાવેલી સ્થિતિ સંપાદિત કરી છેઃ
જિન વચને અનુષ્કતા જિનવચનં કરેં તિ ભાવેન
અમલા અસંક્લિષ્ટા ભવન્તિ પસ્તિસંસારી ||
આ કક્ષાએ પહોંચ્યા પછી સંસાર તરફ વૈરાગ્યાદિ ગુણો મેળવી લીધાં છે. તદનુસાર હવે દરેકે દરેક ધાર્મિક વ્રત, નિયમ, તપ, સંયમાદિ થકી સમકિત જ મેળવવું છે તેવી રટણા હોવી જોઇએ; જેથી કીટ-ભ્રમર ન્યાયે સમકિત મળવાનું જ. સમકિત મેળવેલી વ્યક્તિ માટે મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો માર્ગ મોકળો થશે. પરંતુ આપણે માની લીધું કે સમકિત મળી ગયું ? ના રે ના આ તો ભેંસ ભાગોળે અને છાશ છાગોવ. હજુ મળ્યું નથી તેમ માની દરેકે દરેક પ્રવૃત્તિ બને તેટલી વધુમાં વધુ શુભ અને ઓછામાં ઓછી અશુભ થવી જોઇએ. તેથી ચાર જ્ઞાનના ધા૨ક અને જેને માથે હાથ મૂકે તે કલ્યાણ પથનો વટેમાર્ગુ બને જ; તો પણ શ્રી ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને વારંવાર કહ્યું છે કે તું પ્રમાદ ન કરીશ. આવી સ્થિતિ ગૌતમસ્વામીની હોય તો પછી સામાન્ય માનવીએ કેવી અને કેટલી તકેદારી રાખવી જોઇએ તેનો હિસાબ માંડી ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org