________________
રૂઢિર્બલીયસી
૧૧૭
ધિએ, ધારણાએ, અણુપ્તેહાએ હોય તો તેટલું થાય, કેમકે શાસ્ત્રાકાર ભગવંતો જણાવે છે કે-૨૪૫૪૦૮ ૪/૯ પલ્યોપમનું આયુષ્ય ૧ શ્વાસોશ્વાસમાં બંધાય અને ૧૯૬૩૨૬૭ પલ્યોપમનું ૧ લોગસ્સમાં બંધાય.
નમન અથવા નમસ્કારનું અદ્વિતીય મહત્ત્વ છે. શ્રી ભગવતી સૂત્ર તથા અન્યત્ર પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે નમન કે વંદનથી ઘણો મોટો ફાયદો થાય છે. સંસા૨પરિત્ત થવામાં તે મદદ કરે છે. અશુભ વિચાર તથા પ્રવૃત્તિઓ મર્યાદિત કે નહિવત્ થવાથી કહ્યું છે કે-‘મનઃએવ મનુષ્યાણાં કારણે બંધ મોક્ષયોઃ' ચરિતાર્થ થતાં મન એકાગ્ર થવામાં તથા ધ્યાન ધરવામાં સાહાય્યક થતું જાય છે. રાઈ પ્રતિક્રમણના જગ ચિંતામણિ ચેત્ય વંદનની ત્રીજી તથા પાંચ સુધીની ગાથામાં ત્રણે લોકના ચૈત્યોને વંદન કરાય છે જેની સંખ્યા પંદર અબજની બતાવી છે. વળી ઈહ સંતો તત્વ સંતાઈ' જણાવે છે કે અહીં રહીને ત્યાંના તીર્થોના વંદનનો લાભ લઈ શકાય છે. વળી આજ પ્રતિક્રમણમાં સકલ તીર્થ વંદુ ક૨ જોડમાં (તીર્થ વંદનામાં) અઢી લાખના સમગ્ર તીર્થ તથા અઢાર સહસ્ત્ર શીલાંગના ધારક મુનિવરોને પણ વંદના કરી છે. અહીં રહીને પણ ભાવ ગર્ભિત ભક્તિ અસાધારણ ફળ આપી દે તેમ છે. તીર્થવંદનામાં ગણાવેલી પ્રતિમાઓ ૧,૫૨,૯૪,૪૪૭૬૦ છે.
વળી વંદિત્તા સૂત્રની ૩૬ થી ૪૦ પાંચ ગાથાઓ તે વંદિત્તા સૂત્રનું કેન્દ્રિય તત્ત્વ પ્રતિપાદિત કરે છે, તેનું અનુશીલન, મનન તથા અનુપ્રેક્ષાદિ જીવને ઊંચે ચઢવામાં મદદગાર થાય તેમ છે. ‘સમ્મદિઠી જીવો'થી ‘ઓરિઅ ભરૂવભારવહો’ ગાથાઓમાં ઉન્મુખીકરણ કરે તેવું તત્ત્વ ભરેલું છે.
અસ્તાચલ તરફ ગતિ કરી રહેલો સૂર્ય બે વાત આપણને જણાવે છે. ૧. ઉદેતિ સવિતા રક્તઃ રક્તઃ અસ્તમેતિચ;
સંપત્તો ચ વિપત્તો ચ મહત્તામેકરૂપતા.
સૂર્ય આપણને ઉદય તથા અસ્ત સ્થિતિ દ્વારા સમતાનો પદાર્થપાઠ શીખવે
છે.
વળી બીજું આમ સૂચવે છે :
ઉત્થાય ત્યાય બોદ્ધવ્ય કિંમે સુકૃતં કૃતમ્ ।
આયુષઃ ખંડમાદાય રવિરસ્તમિતં ગતઃ ||
પ્રત્યેક દિને ઊઠ્યા પછી સમજવા કોશિષ કરવી કે મેં શું અને કેટલું સુકૃત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org