________________
રૂઢિબલીયાસી
૧ ૨ ૧ મર્દા તો મદદે ખુદા” પ્રમાણે હતાશ થયા વિના અધિકાધિક માત્રામાં શુભ સંયમ કરી ભાવપૂર્વક નિર્જરા કરી કર્મ ખપાવી શુભ કરનારાઓમાં ભાવે ભાવના ભાવિ જીવન સાર્થક કરીએ એ જ શુબકામના.
વળી એક નવો મુદ્દો નોંધી લઇએ. વર્તમાન સમયે રાવણને એક ખરાબ, દુષ્ટ પુરુષ તરીકે નવાજવામાં આવે છે. પરંતુ તે કે જેણે ચોક્કસ સીતાનું હરણ કરવાનું કનિષ્ઠ કામ કર્યું, જે રાવમ જેવાએ ન કરવું જોઇએ. જો આપણે રાવણના જીવનમાં ડોકિયું કરીએ તો તેના જીવનનું ઉજળું પાસું પણ જોવા મળે તેમ છે. જેની સામે આપણે ઝાંખા પડી શકીએ. રાવણ જૈન શાસ્ત્રોમાં જિનભક્તિ તરીકે હતો. વીણાનો તાર તૂટ્યો ત્યારે તે અષ્ટાપદ પર બિરાજમાન વર્તમાન ચોવીશીની ૨૪ પ્રભુપ્રતિમાઓ સમક્ષ સ્વપત્ની સાથે નૃત્ય-ગાનની ભક્તિમાં મગ્ન હતો, મંદોદરી નૃત્ય કરતી હતી ત્યારે તાર તૂટતાં ક્ષણમાત્રમાં પોતાની નસ કાઢી તાર સાંધી લીધો જે ભાવોલ્લાસ ઘણો ઊંચો હતો. શુભ અધ્યવસાયોમાં તલ્લીન હતો ત્યારે રાવણે તે જ ઘડીએ તીર્થકર નામકર્મ ઉપાર્યું, અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થઈ મોક્ષે જશે.
ટુંકાણમાં પરમાત્મા બનવાની પામરાત્માની પ્રક્રિયા જોઈ, તેનું ચિંતન કરતાં આપણામાં પડેલી અનંત શક્તિનું ભાન થાય તો જાણવા જેવું છે કે તેવું બીજ આપણામાં પડેલું છે. જે મ બીજ વિકસિત થતાં વૃક્ષ બને ત્યારે હવા-પાણી-પ્રકાશાદિ સહયોગે હજારો ફળ ઉત્પન્ન કરી શકે છે તેમ આપણે પણ આત્મામાં પડેલા પરમાત્મા થવાના બીજને વીસ સ્થાનકની સમ્યગુ આરાધના કરતાં કરતાં તપશ્ચર્યા તથા ભાવદયાના ભાવનાના સિંચનરૂપી જળથી સિંચન કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જીત કરી ભાવિમાં તીર્થકર થઇને હજારો લાખોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષે જઇએ.
સમ્યકત્વ પામ્યા તે પહેલો ભવ અને મોક્ષ પામવાનો છેલ્લો ભવ ગણાય છે. આ બેની વચ્ચેની સંખ્યા તે ભવ સંખ્યા ગણાય છે, કારણ કે સમ્યકત્વ પામે તે પૂર્વેની મિથ્યાત્વ કાળની ભવસંખ્યા અનંતી થાય. તે પ્રમાણે આદીશ્વર ભગવાનના ૧૩ ભવો થયા. શાન્તિનાથ ભગવાનના ૧૨ ભવો, નેમિનાથ ભગવાનના ૯ ભવો થયા, પાર્શ્વનાત ભગવાનના ૧૦ ભવો થયા, મહાવીર સ્વામીના ૨૭ ભવો થયા. બાકીના શેષ તીર્થકરોના ૩-૩ ભવો થયા. ભગવાન ઋષભદેવનો જીવ પહેલા ધનસાર્થવાહનના ભવે સમ્યકત્વ પામી ૧૩મા ભવે મોક્ષે ગયા; ભગવાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org