________________
રૂઢિબલીયસી
૧ ૧ ૩ ઉપવાસ વગેરે પછી પારણામાં શું મળશે તેનો ખ્યાલ વધુ રાખે છે તથા એકાદ બે વસ્તુ ઓછી પડે તો કષાયો શોધવા જવા ન પડે. આ તે કેવી તપશ્ચર્યા !
સામાયિક ક્યાં આપણું અને ક્યાં રૂની પૂણી વેચી ગુજરાન ચલાવનારા તથા સાધર્મિકને ભોજન કરાવે તો બેમાંથી એક ઉપવાસ કરનાર પુરિયા શ્રાવકનું પૂણી વેચતા હોવાથી પુણિયો શ્રાવક કહેવાયો. સમ્રાટ શ્રેણિકને ભગવાન મહાવીરે કહ્યું કે જો તે પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદી સકે તો નરકે જવાનું મુલતવી રાખી શકાય. તેઓ આ સોદો પતાવી ન શક્યા, તેથી સામાયિક માટે કહેવાયું છે:
લાખ ખાંડી સોના તણું, દીયે દીન પ્રત્યે દાન લાલ રે, લાખ વરસ લાગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે એક સામાયિકને તોલે, ન આવે તેલ લગાર લાલ રે.
આટલું દાન એક સામાયિકના ફળ આગળ નગણ્ય છે. બીજી રીતે એક પ્રકારે સામિયકનું ફળ ઓછામાં ઓછું ૯૨૫ ૯૨૫ ૯૨૫ પલ્યોપમનું બતાવ્યું છે. આપણું સામાયિક આટલી સેકન્ડ જેટલું પણ ખરું ? વળી એક લોગસ્સના કાઉસગ્નનું ફળ જેટલું ગણાવ્યું છે. તલ્લીન, તર્ગત ચિત્ત વગેરે ગુણગર્ભિત પલ્યોપમ આપણો કાયોત્સર્ગ ખરો ? ધન્ના સાર્થવાહ જેવું આપણું તપ ખરું ? નાગકેતુ જે પુષ્પપૂજા કરતો હતો અને તેમાં નાના સાપલિયાએ ડંખ માર્યો ત્યારે અવિચલિત થઈ પૂજા કરતો રહ્યો તેવી આપણી એક પણ પૂજા ખરી ?
એક રાજાને પોતાના મંત્રી પેથડ શાહની ખાસ જરૂર પડી. તે માટે માણસને મોકલ્યો, પણ એને પાછા ફરવું પડ્યું. રાજા પોતે મંત્રીને બોલાવવા જાય છે, ત્યાં પેથડ શાહ પૂજા કરતા હતા ત્યાં પહોંચી ફુલ આપનારને ખસેડી ફૂલો આપતાં ભૂલ થતાં મંત્રી પેથડ શાહ પાછું વળી જુએ છે રાજા બેઠેલા છે છતાં પણ મંત્રીએ પૂજામાં વિશેષ પડવા ન દીધો અને રાજાએ તેમને શાબાશી આપી.
આપણા સામાયિકમાં (દૂધ ભરાયું, દૂધ ઉભરાયું) એમ બોલાય તથા મન ઢઢવાડે પણ જાય. દાન દીધું, ટીપમાં પૈસા ભર્યા શું તે કીર્તિ માટે જ હતા ને ? પૈસા ન્યાય-સંપન્ન વિભવથી એકઠાં કરેલા હતા ને ? રત્નાકર પચ્ચીસીના કર્તા રત્નાકર વિજયજીએ જેવી રીતે પશ્ચાતાપ તથા આંસુ વહેવડાવ્યાં છે તેવું આપણે કંઈક કર્યું ? રત્નાકરે પચ્ચીસીમાં જે ખરો પશ્ચાતાપ કર્યો તેવો આપણો ખરો ? પ્રતિક્રમણમાં જે ન કરવા જેવું કર્યું હોય તેનો એકરાર કર્યો ખરો ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org